હિંદુ કેલેન્ડર પ્રમાણે, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ખરમાસ શરૂ થઇ જશે. આ કારણે માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત નથી. સપ્તાહની શરૂઆત સોમવતી અમાસથી થઇ રહી છે. એ પછી ધન સંક્રાંતિ, વિનાયક ચોથ, વિવાહપંચમી અને ચંપા છઠ્ઠ જેવા તિથિ-તહેવાર ઊજવવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ ખરીદદારી માટે 4 શુભ મુહૂર્ત રહેશે, જેમાં વાહન ખરીદદારી માટે 2 વિશેષ મુહૂર્ત પણ સામેલ છે. આ સપ્તાહ સૂર્ય રાશિ બદલીને ધનમાં પ્રવેશ કરશે. ત્યાં જ બુધ પણ સૂર્ય સાથે આ રાશિમાં આવી જશે. ગ્રહોના પરિવર્તનની શુભ-અશુભ અસર બધી જ રાશિઓ પર પડશે.
14થી 20 ડિસેમ્બર સુધીનું પંચાંગઃ-
14 ડિસેમ્બર, સોમવાર- કારતક અમાસ, સોમવતી અમાસ
15 ડિસેમ્બર, મંગળવાર - માગશર સુદ, એકમ
16 ડિસેમ્બર, બુધવાર - માગશર સુદ, બીજ
17 ડિસેમ્બર, ગુરુવાર - માગશર સુદ, તીજ
18 ડિસેમ્બર, શુક્રવાર - માગશર સુદ, ચોથ, વિનાયક ચોથ
19 ડિસેમ્બર, શનિવાર - માગશર સુદ, પાંચમ, વિવાહ પંચમી
20 ડિસેમ્બર, રવિવાર - માગશર સુદ, છઠ્ઠ, ચંપા છઠ્ઠ
જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-
15, ડિસેમ્બર, મંગળવાર - સૂર્યનું ધનમાં રાશિ પરિવર્તન
17 ડિસેમ્બર, ગુરુવાર - રવિયોગ, બુધનું ધનમાં રાશિ પરિવર્તન
18 ડિસેમ્બર, શુક્રવાર - રવિયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ
વાહન ખરીદદારીનાં મુહૂર્તઃ-
19 ડિસેમ્બર, શનિવાર- રવિયોગ
20 ડિસેમ્બર, રવિવાર- રવિયોગ, વાહન ખરીદદારીનાં મુહૂર્ત
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.