• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar: Ashwin Month Will Remain Till October 9, These Days Will Be Big Festivals Like Navratri, Dussehra, And Sharad Purnima

હિંદુ કેલેન્ડર:25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસ રહેશે, તે પછી નવરાત્રિ, દશેરા અને શરદ પૂનમ જેવા વ્રત-ઉત્સવ ઉજવાશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 11 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાનું વદ પક્ષ શરૂ થઈ ગયું છે. પંચાંગ પ્રમાણે 25 સપ્ટેમ્બરના રોજ સર્વપિતૃ અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ રહેશે. તેના પછીના દિવસે 26 તારીખે આસો મહિનાનું સુદ પક્ષ શરૂ થઈ જશે. આ દિવસે ઘટ સ્થાપના સાથે નવરાત્રિ શરૂ થઈ જશે. જે 5 ઓક્ટોબર દશેરાના દિવસે પૂર્ણ થશે. તેના 5 દિવસ પછી શરદ પૂનમ પર્વ ઉજવાશે. આસો મહિનાના સુદ પક્ષ દરમિયાન ઇન્દિરા અને પાપકુંશા એકાદશી રહેશે. આ દિવસોમાં વિનાયકી અને સંકષ્ટી ચોથ વ્રત સાથે મહાષ્ટમી અને મહાનોમ પણ આવશે.

ભાદરવા વદ અને આસો સુદ પક્ષના તિથિ-તહેવાર

  • શુક્રવાર, 13 સપ્ટેમ્બરના રોજ સંકષ્ટી ગણેશ ચોથ છે. આ દિવસે મંગળવાર હોવાથી અંગારક ચોથ વ્રત કરવામાં આવશે.
  • શનિવાર, 17 સપ્ટેમ્બરના રોજ તુલા સંક્રાંતિ છે. આ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે તીર્થ-સ્નાન અને દાન કરવાની પરંપરા છે.
  • રવિવાર, 18 સપ્ટેમ્બરના રોજ પરિણીતા મહિલાઓ જિવિત્પુત્રિકા વ્રત કરશે. બાળકની લાંબી ઉંમર માટે આ વ્રત કરવામાં આવે છે.
  • બુધવાર, 21 સપ્ટેમ્બરના રોજ ઇન્દિરા એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. એકાદશીના દિવસે વિષ્ણુજી સાથે જ મહાલક્ષ્મી અને તુલસી માતાની ખાસ પૂજા કરવી જોઈએ.
  • રવિવાર, 25 સપ્ટેમ્બરના રોજ સર્વપિતૃ મોક્ષ અમાસ છે. આ તિથિએ બધા પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવા જોઈએ.
  • સોમવાર, 26 સપ્ટેમ્બરના રોજ દેવી દુર્ગાનું મહાપર્વ શરૂ થઈ રહ્યું છે. આ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવશે.
  • શુક્રવાર, 30 સપ્ટેમ્બરના રોજ લક્ષ્મી પૂજાનો દિવસ રહેશે. આ દિવસે ઉપાંગ લલિતા વ્રત કરવામાં આવશે.
  • રવિવાર, 2 ઓક્ટોબરના રોજ દેવી સરસ્વતીના ખાસ પૂજા કરવાનો દિવસ છે.
  • સોમવાર, 3 ઓક્ટોબરે મહાષ્ટમી છે. આ તિથિએ દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવશે.
  • મંગળવાર, 4 ઓક્ટોબરે મહાનોમ છે. આ દિવસે નવરાત્રિ પૂર્ણ થશે અને દેવી દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવશે.
  • બુધવાર, 5 ઓક્ટોબરે દશેરા રહેશે. આ દિવસે શ્રીરામજીના નામનો જાપ કરવો જોઈએ. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.
  • ગુરુવાર, 6 ઓક્ટોબરે પાપાંકુશા એકાદશી છે. આ તિથિએ ભગવાન વિષ્ણુના અવતારની પૂજા કરવી જોઈએ.
  • રવિવાર, 9 ઓક્ટોબરે આસો મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ શરદ પૂનમ છે. તે પછી 10 ઓક્ટોબરથી આસો મહિનાનું વદ પક્ષ શરૂ થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...