• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar 9 To 15 August 2021 Panchang: August 2nd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

9 થી 15 ઓગસ્ટનું પંચાંગ:આ સપ્તાહ 6 દિવસ વ્રત-તહેવાર રહેશે, તેમાં હરિયાળી તીજ અને નાગપાંચમ જેવા વ્રત પણ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ સુદ પક્ષ આજથી શરૂ થઈ ગયો છે. જ્યોતિષીય દૃષ્ટિએ 5 દિવસ ખાસ રહેશે, શુક્ર ગ્રહ રાશિ બદલીને કન્યામાં પ્રવેશ કરશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટના બીજા સપ્તાહની શરૂઆત શ્રાવણ મહિનાથી થઈ રહી છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. તેના પછીના દિવસે મંગળવારે દેવી પાર્વતીની વિશેષ પૂજા માટે વ્રત રાખવામાં આવશે. જેને મંગળા ગૌરી વ્રત કહેવામાં આવે છે. પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત પરણિતા મહિલાઓ ખાસ કરીને રાખે છે. તેના પછી હરિયાળી ત્રીજનું વ્રત રહેશે. તેના પછી દિવસે એટલે ગુરવારે દૂર્વા ગણપતિ વ્રત કરવામાં આવશે. શુક્રવારે નાગપાંચમ પર્વ ઊજવવામાં આવશે. તે પછી રવિવારે ભાનૂ સાતમનું વ્રત રહેશે. આ દિવસે ગોસ્વામી તુલસીદાસ જયંતિ પણ રહેશે.

સાથે જ જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ 5 શુભ મુહૂર્ત રહેશે. જેમાં ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 દિવસ રહેશે, ત્યાં જ માત્ર વાહન ખરીદદારી માટે ગુરુવાર શુભ રહેશે.

9 થી 15 ઓગસ્ટ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
9 ઓગસ્ટ, સોમવારશ્રાવણ સુદ, એકમશ્રાવણ સોમવાર
10 ઓગસ્ટ, મંગળવારશ્રાવણ સુદ, બીજમંગળા ગૌરી વ્રત
11 ઓગસ્ટ, બુધવારશ્રાવણ સુદ, ત્રીજહરિયાળી ત્રીજ
12 ઓગસ્ટ, ગુરુવારશ્રાવણ સુદ, ચોથદૂર્વા ગણપતિ વ્રત
13 ઓગસ્ટ, શુક્રવારશ્રાવણ સુદ, પાંચમનાગપાંચમ
14 ઓગસ્ટ, શનિવારશ્રાવણ સુદ, છઠ્ઠ
15 ઓગસ્ટ, રવિવારશ્રાવણ સુદ, સાતમભાનૂ સાતમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

  • 11 ઓગસ્ટ, બુધવાર- રવિયોગ, શુક્રનું કન્યા રાશિમાં પરિવર્તન
  • 12 ઓગસ્ટ, ગુરુવાર- વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત
  • 13 ઓગસ્ટ, શુક્રવાર- રવિયોગ, વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત
  • 14 ઓગસ્ટ, શનિવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
  • 15 ઓગસ્ટ, રવિવાર- ત્રિપુષ્કર યોગ