તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar 8 To 14 February 2021 Panchang: February Second Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિથિ-તહેવારનું કેલેન્ડર:8 થી 14 ફેબ્રુઆરી સુધી વ્રત અને તહેવારના 6 દિવસ, આ સપ્તાહ મૌની અમાસ અને ગુપ્ત નવરાત્રિ પણ શરૂ થશે

2 મહિનો પહેલા
  • જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે, સૂર્ય રાશિ બદલશે અને અસ્ત રહેલા શનિનો ઉદય થશે

8 થી 14 ફેબ્રુઆરી સુધી વ્રત અને તહેવારના 6 દિવસ રહેશે. સોમવારે તલ બારસ રહેશે. તે પછી ભોમ પ્રદોષ, શિવ ચૌદશ વ્રત, મૌની અમાસ અને કુંભ સંક્રાંતિ પણ રહેશે. ત્યાં જ, બીજ વ્રત પણ રહેશે. આ દિવસોમાં મહા મહિનો પણ શરૂ થશે. આ સપ્તાહ આવનાર વ્રત અને તહેવારમાં સ્નાન, દાન અને પૂજા-પાઠ કરવાથી અનેક યજ્ઞનું પુણ્ય મળે છે અને પાપ પણ દૂર થઇ શકે છે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. છેલ્લાં થોડા દિવસોથી અસ્ત ચાલી રહેલો શનિ ઉદય થઇ જશે. ત્યાં જ, સૂર્ય મકર રાશિમાંથી કુંભમાં પ્રવેશ કરશે. આ દિવસોમાં વાહન ખરીદદારી માટે માત્ર એક વિશેષ શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, ત્રણ ગણો ફાયદો આપનાર ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે. સાથે જ, આ સપ્તાહ મકર રાશિમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર અને શનિ રહેશે.

8 થી 14 ફેબ્રુઆરીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
8 ફેબ્રુઆરી, સોમવારપોષ વદ, બારસતલ બારસ
9 ફેબ્રુઆરી, મંગળવારપોષ વદ, તેરસપ્રદોષ વ્રત
10 ફેબ્રુઆરી, બુધવારપોષ વદ, ચૌદશશિવ ચૌદશ
11 ફેબ્રુઆરી, ગુરુવારઅમાસમૌન અમાસ
12 ફેબ્રુઆરી, શુક્રવારમહા સુદ, એકમગુપ્ત નવરાત્રિ
13 ફેબ્રુઆરી, શનિવારમહા સુુદ, બીજમહા બીજ
14 ફેબ્રુઆરી, રવિવારમહા સુદ, ત્રીજ-

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

12 ફેબ્રુઆરી, શુક્રવાર- શનિ ઉદય, સૂર્યનો કુંભ રાશિમાં પ્રવેશ (વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત)

13 ફેબ્રુઆરી, શનિવાર- ત્રિપુષ્કર યોગ (આ દિવસ રોકાણ, લેવડ-દેવડ અથવા શુભ કામનું ત્રણ ગણું ફળ મળે છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો