તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
8 થી 14 ફેબ્રુઆરી સુધી વ્રત અને તહેવારના 6 દિવસ રહેશે. સોમવારે તલ બારસ રહેશે. તે પછી ભોમ પ્રદોષ, શિવ ચૌદશ વ્રત, મૌની અમાસ અને કુંભ સંક્રાંતિ પણ રહેશે. ત્યાં જ, બીજ વ્રત પણ રહેશે. આ દિવસોમાં મહા મહિનો પણ શરૂ થશે. આ સપ્તાહ આવનાર વ્રત અને તહેવારમાં સ્નાન, દાન અને પૂજા-પાઠ કરવાથી અનેક યજ્ઞનું પુણ્ય મળે છે અને પાપ પણ દૂર થઇ શકે છે.
જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. છેલ્લાં થોડા દિવસોથી અસ્ત ચાલી રહેલો શનિ ઉદય થઇ જશે. ત્યાં જ, સૂર્ય મકર રાશિમાંથી કુંભમાં પ્રવેશ કરશે. આ દિવસોમાં વાહન ખરીદદારી માટે માત્ર એક વિશેષ શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, ત્રણ ગણો ફાયદો આપનાર ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે. સાથે જ, આ સપ્તાહ મકર રાશિમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર અને શનિ રહેશે.
8 થી 14 ફેબ્રુઆરીનું પંચાંગઃ-
તારીખ અને વાર | તિથિ | વ્રત-તહેવાર |
8 ફેબ્રુઆરી, સોમવાર | પોષ વદ, બારસ | તલ બારસ |
9 ફેબ્રુઆરી, મંગળવાર | પોષ વદ, તેરસ | પ્રદોષ વ્રત |
10 ફેબ્રુઆરી, બુધવાર | પોષ વદ, ચૌદશ | શિવ ચૌદશ |
11 ફેબ્રુઆરી, ગુરુવાર | અમાસ | મૌન અમાસ |
12 ફેબ્રુઆરી, શુક્રવાર | મહા સુદ, એકમ | ગુપ્ત નવરાત્રિ |
13 ફેબ્રુઆરી, શનિવાર | મહા સુુદ, બીજ | મહા બીજ |
14 ફેબ્રુઆરી, રવિવાર | મહા સુદ, ત્રીજ | - |
જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-
12 ફેબ્રુઆરી, શુક્રવાર- શનિ ઉદય, સૂર્યનો કુંભ રાશિમાં પ્રવેશ (વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત)
13 ફેબ્રુઆરી, શનિવાર- ત્રિપુષ્કર યોગ (આ દિવસ રોકાણ, લેવડ-દેવડ અથવા શુભ કામનું ત્રણ ગણું ફળ મળે છે)
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.