તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar 7 To 13 June 2021 Panchang: June 2nd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events ImportantDays

સાપ્તાહિક પંચાંગ:આ સપ્તાહ શનિ જયંતિ અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ રહેશે, 7 થી 13 જૂન સુધી વ્રત-પર્વના 6 દિવસ રહેશે

7 દિવસ પહેલા
  • આ સપ્તાહ વૈશાખ મહિનાનો વદ પક્ષ પૂર્ણ થશે, 11 તારીખથી જેઠ મહિનો શરૂ થશે
  • આ દિવસોમાં કોઈ ગ્રહ રાશિ બદલશે નહીં, ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે માત્ર 2 જ શુભ મુહૂર્ત રહેશે

7 થી 13 જૂન સુધી વ્રત અને પર્વ માટે 6 દિવસ રહેશે. આ 6 દિવસ પરણિતાઓ માટે ખાસ રહેશે. આ સપ્તાહની શરૂઆત સોમવારે પ્રદોષ વ્રત સાથે થઈ રહી છે. આ દિવસે સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે ભગવાન શિવજીની પૂજા અને વ્રત કરવામાં આવશે. તેના પછીના દિવસે માસિક શિવરાત્રિ એટલે શિવ ચૌદશ રહેશે. બુધવારે પણ શિવજીને સમર્પિત લિંગ વ્રત કરવામાં આવશે. જેનો ઉલ્લેખ નારદ પુરાણમાં છે.

ગુરુવારે પતિની લાંબી ઉંમર માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. આ દિવસે શનિ જંયતિ પણ રહેશે. દૂજ વ્રત રહેશે. જેમાં ચંદ્રદર્શન કર્યા પછી વ્રત ખોલવામાં આવે છે. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસ એટલે રવિવારે રંભા તીજ રહેશે. સૌભાગ્ય આપનાર આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતી સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે. આ સિવાય જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ નથી. આ દિવસોમાં કોઈ ગ્રહ રાશિ બદલશે નહીં. ગુરુવારે થનાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ ભારતમાં જોવા મળશે નહીં. સાથે જ આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 2 જ શુભ મુહૂર્ત રહેશે.

7 થી 13 જૂન સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
7 જૂન, સોમવારવૈશાખ વદ પક્ષ, બારસપ્રદોષ વ્રત
8 જૂન, મંગળવારવૈશાખ વદ પક્ષ, તેરસમાસિક શિવરાત્રિ
9 જૂન, બુધવારવૈશાખ વદ પક્ષ, ચૌદશલિંગ વ્રત અને કાલિકા પૂજા
10 જૂન, ગુરુવારવૈશાખ વદ પક્ષ, અમાસ અને એકમવટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ
11 જૂન, શુક્રવારજેઠ સુદ પક્ષ, એકમ અને બીજદૂજ વ્રત અને ચંદ્રદર્શન
12 જૂન, શનિવારજેઠ સુુદ પક્ષ, બીજ
13 જૂન, રવિવારજેઠ સુદ પક્ષ, તીજરંભા તીજ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

  • 8 જૂન, મંગળવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
  • 9 જૂન, બુધવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
  • 10 જૂન, ગુરુવાર- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, ભારતમાં જોવા મળી શકશે નહીં