• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar 6 To 12 September 2021 Panchang: September 2nd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સપ્ટેમ્બરના બીજા સપ્તાહનું પંચાંગ:6 થી 12 ઓગસ્ટ સુધી દરરોજ વ્રત-તહેવાર, તેમાં કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થી પણ આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંદુ કેલેન્ડર પ્રમાણે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દરરોજ વ્રત અને તહેવાર રહેશે. આ સપ્તાહની શરૂઆત શ્રાવણ મહિનાની અમાસ એટલે કુશગ્રહણી અમાસથી થઈ રહી છે. આ અમાસ સોમવારે અને મંગળવારે રહેશે. સોમવારે એટલે કે આજે શ્રાદ્ધ અને પૂજા થશે. ત્યાં જ, મંગળવારે સ્નાન-દાનનું મહત્ત્વ રહેશે. તેના પછીના દિવસે એટલે બુધવારે ભગવાન રામદેવની જયંતિ રહેશે. ગુરુવારે કેવડા ત્રીજ, શુક્રવારે ગણેશ ચતુર્થી અને શનિવારે ઋષિ પાંચમ વ્રત રહેશે. આ પ્રકારે દરરોજ કોઈ વ્રત કે તહેવાર રહેશે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહની શરૂઆતમાં જ એટલે સોમવારે મંગળ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન રહેશે. ત્યાં જ, આ દિવસોમાં નવા કામની શરૂઆત કે શુભ કાર્યો માટે 5 શુભ મુહૂર્ત છે. તેમાં બે દિવસ વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત રહેશે.

6 થી 12 સપ્ટેમ્બર સુધીનું પંચાંગ-

6 સપ્ટેમ્બર, સોમવારશ્રાવણ વદ પક્ષ, ચૌદશકુશગ્રહણી અમાસ
7 સપ્ટેમ્બર, મંગળવારભાદરવા સુદ, અમાસ અને એકમ
8 સપ્ટેમ્બર, બુધવારભાદરવા સુદ, બીજ
9 સપ્ટેમ્બર, ગુરુવારભાદરવા સુદ, ત્રીજકેવડા ત્રીજ
10 સપ્ટેમ્બર, શુક્રવારભાદરવા સુદ, ચોથગણેશ ચતુર્થી
11 સપ્ટેમ્બર, શનિવારભાદરવા સુદ, પાંચમઋષિ પાંચમ
12 સપ્ટેમ્બર, રવિવારભાદરવા સુદ, છઠ્ઠ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ-

  • 8 સપ્ટેમ્બર, બુધવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
  • 9 સપ્ટેમ્બર, ગુરુવાર- રવિયોગ, વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત
  • 10 સપ્ટેમ્બર, શુક્રવાર- રવિયોગ
  • 11 સપ્ટેમ્બર, શનિવાર- સર્વાર્થસિદ્ધિ યોગ, રવિયોગ
  • 12 સપ્ટેમ્બર, રવિવાર- રવિયોગ, વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત