તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar 5 To 11 April 2021 Panchang: March Last And April First Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક પંચાંગ:5 થી 11 એપ્રિલ સુધી 4 દિવસ વ્રત અને પર્વ રહેશે, ફાગણ અમાસના દિવસે આ સપ્તાહ પૂર્ણ થશે

એક મહિનો પહેલા
  • આ સપ્તાહ ગુરુ અને શુક્ર રાશિ બદલશે, બુધવારે વાહન ખરીદદારીનું વિશેષ શુભ મુહૂર્ત રહેશે

5 થી 11 એપ્રિલ સુધી વ્રત અને પર્વના 4 દિવસ રહેશે. આ સપ્તાહ બુધવારે એકાદશી રહેશે. તે પછી શુક્રવારે પ્રદોષ વ્રત રહેશે. આ દિવસે તેરસ તિથિ હોવાથી વારૂણી પર્વ પણ રહેશે. આ પર્વમાં તીર્થમાં સ્નાન અને દાન કરવાની પરંપરા છે. જેનું અનેકગણું ફળ મળે છે. તે પછી શનિવારે શિવ ચૌદશ પૂજા અને વ્રત કરવામાં આવશે. આ દિવસે માસિક શિવરાત્રિ હોવાથી ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવશે. તેના પછીના દિવસે એટલે રવિવારે અમાસમાં પિતૃઓની વિશેષ પૂજા અને બ્રાહ્મણોને દાન આપવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. કેમ કે, આ દિવસોમાં નવા કામની શરૂઆત કરવા માટે એક પણ શુભ મુહૂર્ત નથી. ખરીદદારી માટે પણ માત્ર 7 એપ્રિલ બુધવારના દિવસે જ વાહન ખરીદદારીનું વિશેષ શુભ મુહૂર્ત છે. પરંતુ આ સપ્તાહની શરૂઆતમાં ગુરુ અને સપ્તાહના છેલ્લાં દિવસોમાં શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થશે.

5 થી 11 એપ્રિલ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
5 એપ્રિલ, સોમવારફાગણ વદ, નોમ
6 એપ્રિલ, મંગળવારફાગણ વદ, દસમ
7 એપ્રિલ, બુધવારફાગણ વદ, એકાદશી

પાપમોચની એકાદશી

8 એપ્રિલ, ગુરુવારફાગણ વદ, બારસ
9 એપ્રિલ, શુક્રવારફાગણ વદ, તેરસ

વારૂણી પર્વ, પ્રદોષ વ્રત

10 એપ્રિલ, શનિવારફાગણ વદ, ચૌદશમાસિક શિવરાત્રિ
11 એપ્રિલ, રવિવારફાગણ અમાસઅમાસ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

6 એપ્રિલ, મંગળવાર- ગુરુ ગ્રહનો કુંભ રાશિમાં પ્રવેશ

7 એપ્રિલ, બુધવાર- વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત

10 એપ્રિલ, શનિવાર- શુક્ર ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો