તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar 29 March To 4 April 2021 Panchang: March Last And April First Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંદુ કેલેન્ડર:ફાગણ મહિનાના વદ પક્ષ સાથે આ સપ્તાહ શરૂ થઇ રહ્યું છે, 29 માર્ચથી 4 એપ્રિલ સુધી 3 વ્રત રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 2 દિવસ રહેશે, એપ્રિલનો પહેલો દિવસ પ્રોપર્ટી અને વાહન ખરીદદારી માટે વિશેષ શુભ રહેશે

29 માર્ચથી 4 એપ્રિલ સુધી વ્રત અને પર્વના 3 દિવસ રહેશે. આ સપ્તાહની શરૂઆત હિંદુ કેલેન્ડરના પહેલાં મહિના એટલે ચૈત્ર મહિનાના વદ પક્ષ સાથે થઇ રહી છે. આ સપ્તાહ ભાલચંદ્ર સંકટ ચોથ, શીતળા સાતમ અને શીતળા આઠમ વ્રત રહેશે. આ સિવાય કોઇ મોટો પર્વ આ દિવસોમાં રહેશે નહીં. દેશના થોડા ભાગમાં સાતમ અને થોડી જગ્યાએ આઠમના દિવસે શીતળા દેવીની પૂજા સાથે બસોડા એટલે ઠંડું ભોજન ખાવામાં આવે છે. એટલે મોટાભાગની જગ્યાએ આ દિવસે દેવી શીતળાની પૂજા કરવાની પરંપરા છે. જ્યોતિષીય દૃષ્ટિએ જોવામા આવે તો આ સપ્તાહ કોઇ ગ્રહ રાશિ પરિવર્તન કરશે નહીં. ખરીદદારી માટે પણ આ દિવસોમાં માત્ર 2 જ મુહૂર્ત છે. તેમાં એપ્રિલના પહેલાં દિવસે વાહન અને પ્રોપર્ટી ખરીદવા માટે વિશેષ શુભ મુહૂર્ત છે. સાથે જ આ દિવસે દરેક પ્રકારની ખરીદદારી અને નવા કામની શરૂઆત કરી શકાય છે. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસોમાં એક રવિયોગ બની રહ્યો છે.

29 માર્ચથી 4 એપ્રિલ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
29 માર્ચ, સોમવારફાગણ વદ, એકમ
30 માર્ચ, મંગળારફાગણ વદ, બીજ
31 માર્ચ, બુધવારફાગણ વદ, તીજ અને ચોથ

ભાલચંદ્ર સંકટ ચોથ

1 એપ્રિલ, ગુરુવારફાગણ વદ, પાંચમ
2 એપ્રિલ, શુક્રવારફાગણ વદ, છઠ્ઠ
3 એપ્રિલ, શનિવારફાગણ વદ, સાતમશીતળા સાતમ
4 એપ્રિલ, રવિવારફાગણ વદ, આઠમશીતળાા આઠમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

1 એપ્રિલ, ગુરુવાર- સર્વાર્થસિદ્ધિ યોગ, વાહન ખરીદદારી અને સંપત્તિની ખરીદદારીનું વિશેષ મુહૂર્ત

3 એપ્રિલ, શનિવાર- રવિયોગ (દરેક પ્રકારની ખરીદદારીનું શુભ મુહૂર્ત)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો