હિંદુ કેલેન્ડર:16મીએ દક્ષિણાયન થયું હવે 21 જુલાઈએ દેવશયન થશે, આવતા 4 મહિના સુધી માંગલિક કાર્યો માટે કોઈ મુહૂર્ત નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈથી નવેમ્બર સુધી ચાતુર્માસ રહે છે અને મકર સંક્રાતિ સુધી દક્ષિણાયન, આ વ્રત અને સાધનાનો સમય હોય છે

16 જુલાઈ, શુક્રવારે કર્ક સંક્રાંતિ પર્વ સાથે સૂર્ય દક્ષિણાયન થઈ ગયો છે. જ્યારે 21 જુલાઈએ એકાદશીએ દેવશયન થઈ જશે. એટલે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેશે. જેથી આવતા 4 મહિના સુધી માત્ર સ્નાન-દાન અને પૂજા-પાઠનો સમયગાળો રહેશે. આ દિવસોમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો માટે મુહૂર્ત રહેશે નહીં. પરંતુ દરેક પ્રકારની ખરીદદારી કરી શકાશે. જેના માટે અનેક શુભ મુહૂર્ત પણ છે.

ચાતુર્માસના ચાર મહિનાઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતાં રહે છે. આ દિવસથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે. તે પછી શ્રાવણ, ભાદરવો, આસો અને કારતકમા સુદ પક્ષની એકાદશીએ દેવતા જાગે છે અને ચાતુર્માસ પૂર્ણ થઈ જાય છે.

અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતાં રહે છે. આ દિવસથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે.
અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતાં રહે છે. આ દિવસથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે.

કર્કથી મકર સંક્રાંતિ સુધી દક્ષિણાયનઃ-
ડો. મિશ્ર જણાવે છે કે 16 જુલાઈએ સૂર્યના કર્ક રાશિમાં આવતા જ દક્ષિણાયન શરૂ થઈ ગયું છે. જે આવતા 6 મહિના સુધી રહેશે. તે પછી 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં આવ્યા પછી ઉત્તરાયણ કાળ શરૂ થઈ જશે. દક્ષિણાયનમાં સૂર્ય કર્ક રાશિથી મકર સુધી 6 રાશિઓમાં થઈને પસાર થાય છે. આ દરમિયાન પિતૃઓની પૂજા અને સ્નાન-દાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે. દક્ષિણાયનને દેવતાઓનો મધ્યાહન કાળ પણ કહેવામાં આવે છે. એટલે આ સમયે ગૃહ પ્રવેશ, મુંડન અને અન્ય માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

વ્રત અને સાધનાનો સમય દક્ષિણાયનઃ-
દક્ષિણાયનને નકારાત્મકતા અને ઉત્તરાયણને હકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કહેવાય છે કે ઉત્તરાયણ ઉત્સવ, પર્વ તથા તહેવારનો સમય હોય છે અને દક્ષિણાયન વ્રત, સાધના તથા ધ્યાનનો સમય રહે છે. દક્ષિણાયનમાં લગ્ન, મુંડન, ઉપનયન વગેરે વિશેષ શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. આ દરમિાયન વ્રત રાખવું, કોઈપણ પ્રકારની સાત્વિક કે તાંત્રિક સાધના કરવી પણ ફળદાયક હોય છે. આ દરમિયાન સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.