• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar 16 To 22 August 2021 Panchang: August 3rd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

ઓગસ્ટના ત્રીજા સપ્તાહનું પંચાંગ:16 થી 22 ઓગસ્ટ સુધી 6 વ્રત-તહેવાર, તેમાં એકાદશી, ઓણમ અને સપ્તાહના છેલ્લાં દિવસે રક્ષાબંધન રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહના 7 દિવસ ખાસ રહેશે, તેમાં ચાર શુભ મુહૂર્ત અને સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં 6 દિવસ વ્રત અને તહેવાર રહેશે. તેમાં શ્રાવણ સોમવારના બીજા દિવસે મંગળાગૌરી વ્રત અને સિંહ સંક્રાંતિ રહેશે. મંગળવારે દેવી પાર્વતીની વિશેષ પૂજા માટે આ વ્રત રાખવામાં આવશે. સાથે જ પુરાણોમાં સૂર્ય રાશિ પરિવર્તનના દિવસે સ્નાન-દાન અને અર્ઘ્ય આપવાનું ખૂબ જ મહત્ત્વ છે. તેના પછીના દિવસે બુધવારે પુત્રદા એકાદશી વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવશે. પછી એક દિવસ પછી એટલે શુક્રવારે શ્રાવણ મહિનાનું પ્રદોષ વ્રત રહેશે. શનિવારે ઓણમ પર્વ ઊજવવામાં આવશે. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસે શ્રાવણ મહિનાની પૂનમ અને રક્ષાબંધન પર્વ રહેશે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 શુભ મુહૂર્ત રહેશે. સાથે જ સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે. આ સપ્તાહ સૂર્ય પોતાની જ રાશિમાં આવી જશે. જેથી બધી રાશિઓ ઉપર તેનો પ્રભાવ વધી જશે.

16 થી 22 ઓગસ્ટ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
16 ઓગસ્ટ, સોમવારશ્રાવણ સુદ, નોમશ્રાવણ સોમવાર
17 ઓગસ્ટ, મંગળવારશ્રાવણ સુદ, દશમસિંહ સંક્રાંતિ
18 ઓગસ્ટ, બુધવારશ્રાવણ સુદ, અગિયારસપુત્રદા એકાદશી
19 ઓગસ્ટ, ગુરુવારશ્રાવણ સુદ, બારસ
20 ઓગસ્ટ, શુક્રવારશ્રાવણ સુદ, તેરસપ્રદોષ વ્રત
21 ઓગ્સટ, શનિવારશ્રાવણ સુદ, ચૌદશઓણમ
22 ઓગસ્ટ, રવિવારશ્રાવણ સુદ પૂનમરક્ષાબંધન

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

  • 16 ઓગસ્ટ, સોમવાર- સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ
  • 17 ઓગસ્ટ, મંગળવાર- રવિયોગ, સૂર્યનું સિંહ રાશિમાં રાશિ પરિવર્તન
  • 18 ઓગસ્ટ, બુધવાર- રવિયોગ
  • 21 ઓગસ્ટ, શનિવાર- સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ