તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar 13 To 19 September 2021 Panchang: September 3rd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહનું પંચાંગ:13 થી 19 સપ્ટેમ્બર સુધી સાત વ્રત-તહેવાર, તેમાં એકાદશી અને અનંત ચૌદશ પર્વ પણ આવશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે, આ દિવસોમાં સૂર્ય અને ગુરુનું રાશિ પરિવર્તન થશે, 5 શુભ મુહૂર્ત પણ રહેશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં દરરોજ વ્રત અને તહેવાર રહેશે. આ સપ્તાહ ભાદરવા મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસો રહેશે. આ સપ્તાહની શરૂઆત સંતાન સાતમ સાથે થશે. તેના પછીના દિવસે રાધાષ્ટમી અન દૂર્વાષ્ટમી રહેશે. બુધવારે શ્રીચંદ્ર નોમ રહેશે. ગુરુવારે તેજા દશમી વ્રત કરવામાં આવશે. શુક્રવારે પરિવર્તિની એકાદશી અને કન્યા સંક્રાંતિ રહેશે. એટલે આ દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થશે. ત્યાં જ, શનિવારે પ્રદોષ વ્રત રહેશે અને સપ્તાહના છેલ્લાં દિવસોમાં અનંત ચૌદશ ઊજવવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખૂબ જ ખાસ રહેશે. આ સપ્તાહ 14 સપ્ટેમ્બરના રોજ ગુરુ ગ્રહ વક્રી થઈને એક રાશિ પાછળ એટલે મકરમાં આવી જશે. તે પછી 17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય રાશિ બદલીને કન્યા રાશિમાં આવી જશે.

13 થી 19 સપ્ટેમ્બર સુધીનું પંચાંગ-

13 સપ્ટેમ્બર, સોમવારભાદરવા સુદ પક્ષ, સાતમસંતાન સાતમ વ્રત
14 સપ્ટેમ્બર, મંગળવારભાદરવા સુદ પક્ષ, આઠમરાધાષ્ટમી
15 સપ્ટેમ્બર, બુધવારભાદરવા સુદ પક્ષ, નોમચંદ્ર નોમ વ્રત
16 સપ્ટેમ્બર, ગુરુવારભાદરવા સુદ પક્ષ, દશમતેજા દશમી
17 સપ્ટેમ્બર, શુક્રવારભાદરવા સુદ પક્ષ, એકાદશીપરિવર્તિની એકાદશી, કન્યા સંક્રાંતિ
18 સપ્ટેમ્બર, શનિવારભાદરવા સુદ પક્ષ, બારસ અને તેસરપ્રદોષ વ્રત
19 સપ્ટેમ્બર, રવિવારભાદરવા સુદ પક્ષ, ચૌદશઅનંત ચતુર્દશી વ્રત

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ-

  • 13 સપ્ટેમ્બર, સોમવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
  • 14 સપ્ટેમ્બર, મંગળવાર- ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન, મકર રાશિમાં પ્રવેશ
  • 15 સપ્ટેમ્બર, બુધવાર- રવિયોગ
  • 16 સપ્ટેમ્બર, ગુરુવાર- રવિયોગ
  • 17 સપ્ટેમ્બર, શુક્રવાર- સર્વાર્થસિદ્ધિ યોગ, સૂર્યનું રાશિ પરિવર્તન
  • 19 સપ્ટેમ્બર, રવિવાર- રવિયોગ