તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Hindu Calendar 12 To 18 July 2021 Panchang: July 2nd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:12 થી 18 જુલાઈ સુધી વ્રત અને પર્વના 4 દિવસ રહેશે, આ સપ્તાહ સૂર્ય દક્ષિણાયન થશે અને ગુપ્ત નોરતા પૂર્ણ થશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સપ્તાહ સૂર્ય અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થશે, ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 શુભ મુહૂર્ત રહેશે

આ સપ્તાહની શરૂઆત અષાઢ મહિનાના સુદ પક્ષની બીજ તિથિથી થઈ ગઈ છે. આ દિવસે જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ ઊજવાયો. તેના પછીના દિવસે એટલે આજે મંગળવાર હોવાથી અંગારકી ચોથ વ્રત કરવામાં આવશે. પછી શુક્રવારે અષાઢ સાતમ હોવાથી વૈવસ્વત એટલે સૂર્ય પૂજા કરવામાં આવશે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાં આવી જવાથી કર્ક સંક્રાંતિ પર્વ રહેશે. સાથે જ, દક્ષિણાયન શરૂ થઈ જશે. એટલે ગ્રંથો પ્રમાણે દેવતાઓની રાતનો સમય શરૂ થશે. જે નવેમ્બરમાં દેવપ્રબોધિની એકાદશીએ પૂર્ણ થશે. આ 4 મહિનામાં ગૃહ પ્રવેશ, લગ્ન અને અન્ય માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. ત્યાં જ આ સપ્તાહના છેલ્લાં દિવસ એટલે રવિવારે ભડલી નોમનનું વણજોયું શુભ મુહૂર્ત રહેશે. ખરીદદારી સાથે જ શુભ અને નવા કામની શરૂઆત માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખૂબ જ ખાસ રહેશે. આ દિવસોમાં સૂર્ય મિથુન રાશિથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી વાતાવરણમાં મોટા ફેરફાર થશે. તેના પછીના દિવસે શુક્ર ગ્રહનું પણ રાશિ પરિવર્તન થશે. સાથે જ આ દિવસોમાં ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 શુભ મુહૂર્ત રહેશે. તેમાં સતત 3 દિવસ એવા રહેશે જેમાં પ્રોપર્ટી ખરીદદારી અને રિયલ અસ્ટેટમાં રોકાણ કરવાથી ફાયદો મળી શકે છે.

12 થી 18 જુલાઈ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
12 જુલાઈ, સોમવારઅષાઢ સુદ પક્ષ બીજજગન્નાથ રથયાત્રા
13 જુલાઈ, મંગળવારઅષાઢ સુદ પક્ષ તીજઅંગારકી ચોથ
14 જુલાઈ, બુધવારઅષાઢ સુદ પક્ષ ચોથ
15 જુલાઈ, ગુરુવારઅષાઢ સુદ પક્ષ પાંચમ
16 જુલાઈ, શુક્રવારઅષાઢ સુદ પક્ષકર્ક સંક્રાંતિ વૈવસ્વત પૂજા
17 જુલાઈ, શનિવારઅષાઢ સુદ પક્ષ આઠમ
18 જુલાઈ, રવિવારઅષાઢ સુદ પક્ષભડલી નોમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

 • 14 જુલાઈ, બુધવાર- પ્રોપર્ટી ખરીદદારીનું વિશેષ મુહૂર્ત
 • 15 જુલાઈ, ગુરુવાર- પ્રોપર્ટી ખરીદદારીનું વિશેષ મુહૂર્ત
 • 16 જુલાઈ, શુક્રવાર- સૂર્યનું રાશિ પરિવર્તન, પ્રોપર્ટી ખરીદદારીનું વિશેષ મુહૂર્ત
 • 17 જુલાઈ, શનિવાર- શુક્રનું રાશિ પરિવર્તન
 • 18 જુલાઈ, રવિવાર- ભડલી નોમ, રવિયોગ