11 થી 17 જાન્યુઆરી વચ્ચે 3 મોટા પર્વ અને વ્રત રહેશે. આ સપ્તાહની શરૂઆત શિવ ચૌદશથી થશે. ત્યાં જ, બીજા દિવસે મંગળવારે માગશર મહિનાની ભોમ અમાસનો સંયોગ બનશે. તે પછી પોષ મહિનો શરૂ થઇ જશે. આ દિવસોમાં મકર સંક્રાંતિ અને પોંગલ જેવા મોટા તહેવારો ઊજવાશે. સપ્તાહના છેલ્લાં દિવસોમાં વિનાયક ચોથ વ્રત રહેશે. આ પ્રકારે આખું સપ્તાહ તિથિ-તહેવાર અને પર્વ રહેશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. 14 તારીખે સૂર્ય રાશિ બદલીને મકરમાં આવી જશે. જેથી ઉત્તરાયણ શરૂ થઇ જશે. સાથે જ, ખરમાસ પણ પૂર્ણ થઇ જશે. આ સમયગાળામાં દરરોજ શુભ મુહૂર્ત પણ રહેશે. આ સપ્તાહમાં પ્રોપર્ટી ખરીદદારી માટે 2, વાહન ખરીદદારી માટે એક અને સગાઈના 6 શુભ મુહૂર્ત રહેશે. સાથે જ, 16 જાન્યુઆરીએ દરેક પ્રકારની ખરીદદારી માટે રવિયોગ પણ રહેશે.
11 થી 17 જાન્યુઆરીનું પંચાંગઃ-
11 જાન્યુઆરી, સોમવાર- માગશર વદ, ચૌદશ
12 જાન્યુઆરી, મંગળવાર- માગશર વદ, અમાસ
13 જાન્યુઆરી, બુધવાર- માગશર વદ, સ્નાન-દાન અમાસ
14 જાન્યુઆરી, ગુરુવાર- પોષ સુદ, એકમ
15 જાન્યુઆરી, શુક્રવાર- પોષ સુદ બીજ
16 જાન્યુઆરી, શનિવાર- પોષ સુદ, ત્રીજ, વિનાયક ચોથ વ્રત
17 જાન્યુઆરી રવિવાર- પોષ સુદ, ચોથ
જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-
11 જાન્યુઆરી, સોમવાર- સગાઈનું મુહૂર્ત
12 જાન્યુઆરી, મંગળવાર- પ્રોપર્ટીમાં રોકાણ કે ખરીદદારીનું મુહૂર્ત, સગાઈનું મુહૂર્ત
13 જાન્યુઆરી, બુધવાર- સગાઈનું મુહૂર્ત
14 જાન્યુઆરી, ગુરુવાર- સગાઈનું મુહૂર્ત, સૂર્યનું રાશિ પરિવર્તન
15 જાન્યુઆરી, શુક્રવાર- વાહન ખરીદદારી અને સગાઈનું મુહૂર્ત
16 જાન્યુઆરી, શનિવાર- રવિયોગ, દરેક પ્રકારની ખરીદદારીનું મુહૂર્ત
17 જાન્યુઆરી રવિવાર- પ્રોપર્ટી ખરીદદારી અને સગાઈનું મુહૂર્ત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.