તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Hariyali Teej, The Festival Of Honeymooners And Girls, Is Worshiped On This Day For Good Luck And Prosperity, Lord Shiva Parvati

પરિણીતાઓ અને કન્યાઓનો તહેવાર:આજે હરિયાળી ત્રીજ, સૌભાગ્ય અને સમૃદ્ધિની કામના સાથે આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા થાય છે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પૌરાણિક માન્યતાઃ હરિયાળી ત્રીજના દિવસે જ શિવજીએ દેવી પાર્વતીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો

આજે હરિયાળી ત્રીજ છે. તેને શ્રાવણી ત્રીજ પણ કહેવામાં આવે છે. કેમ કે, આ પર્વ શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં આવે છે. પરિણીત મહિલાઓ અને કુંવારી કન્યાઓ માટે ખૂબ જ ખાસ તહેવાર હોય છે. આ દિવસે સોળ શ્રૃંગાર કરીને ભગવાન શિવ-પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. સાથે જ નિર્જળા એટલે પાણી પીધા વિના વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે વ્રત ખોલવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઃ પાર્વતીજીએ તપસ્યા કરી હતીઃ-
પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. પાર્વતીનું કઠોર તપ જોઈને ભોળાનાથ પ્રસન્ન થયાં. કહેવાય છે કે હરિયાળી ત્રીજના દિવસે જ શિવજીએ માતા પાર્વતીને પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યો હતો. એટલે આ કારણે જ આ વ્રતને કરવાથી પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્યવતી હોવાનો આશીર્વાદ મળે છે.

ત્રીજનું શુભ મુહૂર્તઃ-
હિંદુ પંચાંગ પ્રમાણે, આ વ્રત શ્રાવણ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ એટલે 10 ઓગ્સટે સાંજે લગભગ 6 વાગીને 11 મિનિટથી શરૂ થઈ ગયું છે અને 11 ઓગસ્ટે સાંજે 4 વાગીને 56 મિનિટે પૂર્ણ થશે. એટલે ભગવાન શિવ-પાર્વતીની પૂજા અને વ્રત બુધવાર, 11 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો.

હીચકામાં બેસીને ઝૂલવાની પરંપરાઃ-
હરિયાળી ત્રીજના દિવસે પરિણીતાઓ લીલા રંગને મહત્ત્વ આપે છે. આ પ્રકૃતિની સમૃદ્ધિ અને સમૃદ્ધ જીવનનો પ્રતીક રંગ છે. તેઓ લીલા રંગની બંગડી અને લીલા રંગના કપડા પહેરે છે. આ દરમિયાન મહિલાઓ સોળ શ્રૃંગાર કરી હાથમાં મહેંદી લગાવે છે. નવી પરણેલી મહિલાઓ આ પર્વ પોતાના પિયરમાં ઊજવે છે અને લગ્નજીવનમાં સુખ-શાંતિની મંગળ કામના કરે છે. હરિયાળી ત્રીજના અવસરે ખાસ કરીને પૂજા-પાઠ પછી મહિલાઓ હીચકામાં બેસે છે. આ દરમિયાાન શ્રાવણના ગીત પણ ગાવામાં આવે છે.

પૂજાની 5 મૂળ વાતોઃ-

 • સવારે જાગીને સ્નાન-ધ્યાન કરો. સ્વચ્છ થઈને પૂજાનો સંકલ્પ લો
 • પૂજા સ્થળ પાસે સાફ-સફાઈ કરી સાફ માટીથી ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ બનાવો.
 • પૂજા સ્થળે લાલ કપડાના આસન ઉપર બેસવું.
 • પૂજાની થાળીમાં સુહાગની બધી જ વસ્તુઓ રાખીને વિધિ-વિધાન સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરો
 • પૂજાના ક્રમમાં ત્રીજ કથા અને આરતી કરવામાં આવે છે.