• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hariyali Teej On July 31: On This Day, The Tradition Of Swinging The Swings Of Sawan, Is The Festival Of Sweets And Girls, This Teej

હરિયાળી ત્રીજ:આ દિવસે શ્રાવણના ઝૂલા ઝૂલવાની પરંપરા, પરિણીત મહિલાઓ અને કન્યાઓ માટે શ્રાવણ ત્રીજ ખૂબ જ ખાસ હોય છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૌરાણિક માન્યતાઃ હરિયાળી ત્રીજના દિવસે જ શિવજીએ દેવી પાર્વતીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો

હરિયાળી ત્રીજ 31 જુલાઈ, રવિવારના રોજ છે. આ દિવસે વરીયાન અને રવિયોગ હોવાથી વ્રત-પૂજાનું શુભફળ વધી જશે. શ્રાવણના સુદ પક્ષની ત્રીજ તિથિ હોવાથી તેને શ્રાવણી ત્રીજ પણ કહેવામાં આવે છે. આ તિથિની સ્વામી ગૌરી એટલે દેવી પાર્વતી છે. આ કારણે પરિણીત મહિલાઓ અને કુંવારી કન્યાઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે સોળ શ્રૃંગાર કરીને ભગવાન શિવ-પાર્વતીની ખાસ પૂજા કરવામાં આવે છે. સાથે જ, નિર્જળા એટલે પાણી પીધા વિના વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે વ્રત ખોલવામાં આવે છે.

આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને વ્રત અને પૂજાનો સંકલ્પ લેવામાં આવશે. તે પછી મહેંદી અને હીચકામાં બેસીને ઝૂલવાની પરંપરા પણ આ દિવસે પૂર્ણ કરવામાં આવશે. તે પછી આખો દિવસ વ્રત-ઉપવાસ રાખ્યા પછી સાંજે પ્રદોષ કાળમાં ભગવાન શિવ-પાર્વતીની ખાસ પૂજા કરવામાં આવશે.

પૌરાણિક માન્યતાઃ પાર્વતીજીએ તપસ્યા કરી હતી
પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. પાર્વતીનું કઠોર તપ જોઈને ભોળાનાથ પ્રસન્ન થયાં. કહેવાય છે કે હરિયાળી ત્રીજના દિવસે જ શિવજીએ માતા પાર્વતીને પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યો હતો. એટલે આ કારણે જ આ વ્રતને કરવાથી પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્યવતી હોવાનો આશીર્વાદ મળે છે.

હરિયાળી ત્રીજના અવસરે ખાસ કરીને પૂજા-પાઠ પછી મહિલાઓ હીચકામાં બેસે છે
હરિયાળી ત્રીજના અવસરે ખાસ કરીને પૂજા-પાઠ પછી મહિલાઓ હીચકામાં બેસે છે

હીચકામાં બેસીને ઝૂલવાની પરંપરા
હરિયાળી ત્રીજના દિવસે પરિણીતાઓ લીલા રંગને મહત્ત્વ આપે છે. આ પ્રકૃતિની સમૃદ્ધિ અને સમૃદ્ધ જીવનનો પ્રતીક રંગ છે. તેઓ લીલા રંગની બંગડી અને લીલા રંગના કપડા પહેરે છે. આ દરમિયાન મહિલાઓ સોળ શ્રૃંગાર કરી હાથમાં મહેંદી લગાવે છે. નવી પરણેલી મહિલાઓ આ પર્વ પોતાના પિયરમાં ઊજવે છે અને લગ્નજીવનમાં સુખ-શાંતિની મંગળ કામના કરે છે. હરિયાળી ત્રીજના અવસરે ખાસ કરીને પૂજા-પાઠ પછી મહિલાઓ હીચકામાં બેસે છે. આ દરમિયાાન શ્રાવણના ગીત પણ ગાવામાં આવે છે.

પૂજાની 5 મૂળ વાતો
સવારે જાગીને સ્નાન-ધ્યાન કરો. સ્વચ્છ થઈને પૂજાનો સંકલ્પ લો
પૂજા સ્થળ પાસે સાફ-સફાઈ કરી સાફ માટીથી ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ બનાવો.
પૂજા સ્થળે લાલ કપડાના આસન ઉપર બેસવું.
પૂજાની થાળીમાં સુહાગની બધી જ વસ્તુઓ રાખીને વિધિ-વિધાન સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરો
પૂજાના ક્રમમાં ત્રીજ કથા અને આરતી કરવામાં આવે છે.