• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hariyali Teej On 31 July, Hariyali Teej Is A Festival For Women To Celebrate And Worship Goddess Parvati, Facts About Hariyali Teej

31 જુલાઈએ હરિયાળી ત્રીજ:મહિલાઓ માટે ઉત્સવ અને દેવી પાર્વતીની પૂજા કરવાનું પર્વ, દેવી માતાને સુહાગનો સામાન ચઢાવવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 31 જુલાઈના રોજ શ્રાવણ મહિનાના સુદ પક્ષ ત્રીજ છે, જેને હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે. આ તિથિએ શિવજી સાથે જ દેવી પાર્વતીનું ખાસ પૂજન થાય છે. આ સમયે સતત વરસાદ થવાથી ચારેય બાજુ હરિયાળી ફેલાય જાય છે, આ કારણે આ પર્વને હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે. તૃતીયા તિથિના સ્વામી માતા ગૌરી છે. એટલે તેને ગૌરી ત્રીજ પણ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ દેવી પૂજા અને વ્રત કરે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મહિલાઓ માટે લગ્ન પછી પહેલો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ મહિને નવ પરિણીત મહિલાઓને સાસરિયા તરફથી નવા વસ્ત્ર, ઘરેણાં અને શ્રૃંગારની અન્ય વસ્તુઓ આપવાની પરંપરા છે. પ્રાચીન સમયમાં મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને પોતાની સખીઓ સાથે આખા શ્રાવણ મહિનામાં ખાસ કરીને હરિયાળી ત્રીજ ઉપર ઉત્સવ ઉજવતી હતી.

પ્રાચીન સમયમાં મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને પોતાની સખીઓ સાથે આખા શ્રાવણ મહિનામાં ખાસ કરીને હરિયાળી ત્રીજ ઉપર ઉત્સવ ઉજવતી હતી
પ્રાચીન સમયમાં મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને પોતાની સખીઓ સાથે આખા શ્રાવણ મહિનામાં ખાસ કરીને હરિયાળી ત્રીજ ઉપર ઉત્સવ ઉજવતી હતી

હરિયાળી ત્રીજ સાથે જોડાયેલી ખાસ વાતો

  • હરિયાળી ત્રીજ ઉપર અનેક કૃષ્ણ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના શ્રીવિગ્રહોને હિંડોળામાં ઝુલવવામાં આવે છે. આ તિથિએ દેવી પાર્વતીજીની પૂજા ખાસ કરીને કરવામાં આવે છે. કુંવારી કન્યાઓ મનગમતા વર મેળવવાની કામનાથી દેવી પૂજન કરે છે. પરિણીત મહિલાઓ પોતાના લગ્નજીવનમાં સુખ-શાંતિ અને પ્રેમ જાળવી રાખવાની કામના સાથે આ વ્રત કરે છે.
  • શિવ પુરાણમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે હરિયાળી ત્રીજના દિવસે જે ભક્તો પાર્વતીજી માટે વ્રત રાખે છે, તેમને હીંચકા ઉપર બેસાડે છે, પૂજા કરે છે, તેને જીવનમા બધા સુખ પ્રાપ્ત થાય છે.
  • મહિલાઓ સાથે પુરૂષો પણ આ વ્રત કરી શકે છે. જે લોકોના ઘરમાં ક્લેશ હોય છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે તાલમેલ નથી, તે લોકો આ વ્રત કરે છે તો તેમના લગ્નજીવનમાં પ્રેમ જળવાયેલો રહે છે.

હરિયાળી ત્રીજના દિવસે આ શુભ કામ કરો
આ દિવસે દેવી માતાને ગાયના દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરવી જોઈએ. ગાયના દૂધથી બનેલાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દેવી માતાને મધ, મિસરી, દૂધ, દહીં અર્પણ કરવાથી ભક્તોને સુંદરતા અને સુખ-શાંતિ મળે છે. લગ્નજીવનમાં શાંતિ માટે દેવી માતાને સુહાગનો સામાન જેમ કે લાલ ચુંદડી, કંકુ, સિંદૂર વગેરે ચઢાવવા જોઈએ.

હરિયાળી ત્રીજના દિવસે પોતાના ઘરની આસપાસ છોડ વાવવા જોઈએ અને તે છોડની દેખરેખ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.