હરિયાળી અમાસ:ગુરુવારે બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો, કોઈ નદી કે તળાવની સફાઈમાં મદદ કરો અને છોડ વાવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 28 જુલાઈના રોજ અષાઢ મહિનાની અમાસ છે. આ દિવસ પ્રકૃતિ પ્રત્યે આભાર માનવાનો દિવસ છે. પ્રકૃતિ પાસેથી આપણને હવા, પાણી, તાપ અને ભોજન બધું જ મળે છે. વ્યક્તિ પોતાની સુખ-સુવિધાઓ માટે સતત પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે, એવામાં હરિયાળી અમાસનો બોધપાઠ એ છે કે આપણે પ્રકૃતિની દેખરેખ કરવી જોઈએ. થોડાં એવા કામ કરવા જોઈએ, જેનાથી પ્રકૃતિને લાભ મળી શકે. પ્રકૃતિની હરિયાળી જળવાયેલી રહે, તેના માટે વધારેમાં વધારે છોડ વાવવા જોઈએ.

જ્યોતિષાચાર્ય પંડિત નિલેશ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે હરિયાળી અમાસના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ રહેશે. અમાસ બુધવારે રાતે 9 વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે ગુરુવારે રાતે લગભગ 11 વાગ્યા સુધી રહેશે. આ પ્રકારે અમાસ લગભગ 26 કલાકની રહેશે. ગુરુવારે સવારે 7 વાગે ગુરુ પુષ્ય નક્ષત્ર અને અમૃત સિદ્ધિ યોગ શરૂ થશે. આ યોગમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કર્મ કરવા જોઈએ. ધૂપ-ધ્યાન બપોરના સમયમાં કરવું જોઈએ, કેમ કે બપોર પછીનો સમય પિતૃઓને લગતા ધર્મ-કર્મ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

હરિયાળી અમાસના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ રહેશે
હરિયાળી અમાસના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ રહેશે

હરિયાળી અમાસના દિવસે આ શુભ કામ કરો

  • આ દિવસે પિતૃઓ માટે દાન કરો. કોઈ જાહેર સ્થાને વૃક્ષ-છોડ વાવો, ખુરસી અને જળની વ્યવસ્થા કરી શકો છો. કોઈ ધર્મશાળામાં આર્થિક મદદ કે સમારકામ કરાવી શકો છો.
  • આ દિવસે તીર્થ સ્થળ અને પવિત્ર નદીઓમાં પિતૃઓ માટે સ્નાન અને દાન કરવાનું ખાસ મહત્ત્વ છે. જો શક્ય બની શકે તો કોઈ નદી કે સરોવરની આસપાસ સાફ-સફાઈ કરાવો.
  • કોઈ મંદિરમાં અથવા કોઈ અન્ય જાહેર જગ્યાએ મોટા ઝાડ વાવો. ઘરની આસપાસ મંદિર કે બગીચામાં છોડની દેખરેખનો સંકલ્પ લો.
  • આ દિવસે શ્રીમદભાગવત ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ખૂબ જ શુભ રહ છે. રૂદ્રાભિષેક કરો. શિવલિંગ ઉપર જળની ધારા કરીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પિતૃ સૂક્ત, પિતૃ ગાયત્રીનું અનુષ્ઠાન કરાવી શકો છો.
  • કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો.