• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hariyali Amawasya On 28 July, Facts About Hariyali Amawasya, Plants Will Be Planted According To The Zodiac On Hariyali Amavasya,

પ્રકૃતિનો આભાર માનવાનો દિવસ:ગુરુવારે હરિયાળી અમાસ; આ દિવસે રાશિ પ્રમાણે છોડ વાવવાથી કુંડળીના દોષ દૂર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ સપ્તાહ ગુરુવાર (28 જુલાઈ)ના રોજ અષાઢ મહિનાની અમાસ છે. આ દિવસ પ્રકૃતિના આભાર માનવાનો અને પ્રકૃતિ માટે કઈંક સારું કરવાનો દિવસ છે, જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ તિથિએ અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ કારણે હરિયાળી અમાસનું મહત્ત્વ વધી ગયું છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અમાસના દિવસે પૂજાપાઠ સાથે જ છોડ પણ વાવવા જોઈએ. જો છોડ રાશિ પ્રમાણે વાવશો તો હરિયાળી વધશે અને કુંડળીના દોષ પણ દૂર થઈ શકે છે. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ પણ કરવું જોઈએ. આ દિવસે શિવજી અને પાર્વતીજીની પૂજા કરો. ઘરમાં તુલસીનો છોડ વાવો.

ગુરુવાર અને અમાસના યોગમાં ભગવાન વિષ્ણુનો અભિષેક પણ કરો, કેમ કે ગુરુવારના અધિપતિ દેવતા વિષ્ણુજી જ છે. આ દિવસે ગુરુ ગ્રહ માટે પણ ચણાની દાળ અને ચણાના લોટના લાડવાનું દાન કરો. જાણો આ તિથિએ રાશિ પ્રમાણે કયા-કયા છોડ વાવી શકાય છે....

અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ પણ કરવું જોઈએ. આ દિવસે શિવજી અને પાર્વતીજીની પૂજા કરો. ઘરમાં તુલસીનો છોડ વાવો
અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ પણ કરવું જોઈએ. આ દિવસે શિવજી અને પાર્વતીજીની પૂજા કરો. ઘરમાં તુલસીનો છોડ વાવો

મેષઃ- આ રાશિના લોકોએ મંગળ ગ્રહની પૂજા કરવી જોઈએ અને કોઈ મંદિરમાં ખેરનો છોડ વાવવો.
વૃષભઃ- આ રાશિનો સ્વામી શુક્ર છે. આ લોકોએ શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું જોઈએ અને ગુલરનો છોડ વાવવો જોઈએ.
મિથુનઃ- આ રાશિના લોકોએ કોઈ જાહેર જગ્યાએ અપામાર્ગનો છોડ વાવવો. આ લોકોએ બુધ ગ્રહ માટે મગનું દાન કરવું જોઈએ.
કર્કઃ- આ લોકોએ ચંદ્રની પૂજા કરવી જોઈએ અને પલાશ(કેસૂડો)ના છોડ વાવવા જોઈએ.
સિંહઃ- આ રાશિનો સ્વામી સૂર્ય છે. આ લોકોએ સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ અને સૂરજમુખીનો છોડ વાવવો જોઈએ.
કન્યાઃ- આ લોકોએ કોઈ મંદિરમાં અપામાર્ગનો છોડ વાવવો જોઈએ. આ લોકોએ બુધ ગ્રહ માટે ગણેશજીને દૂર્વા ચઢાવવી.
તુલાઃ- આ રાશિના લોકોએ ગૂલરનો છોડ વાવવો અને શુક્ર ગ્રહ માટે દૂધનું દાન કરવું.
વૃશ્ચિકઃ- આ લોકોએ મંગળ ગ્રહ માટે શિવલિંગ ઉપર લાલ ગુલાલ અને લાલ ફૂલ ચઢાવવા જોઈએ. આ લોકોએ ખેરનો છોડ વાવવો.
ધન અને મીનઃ- આ રાશિનો સ્વામી ગુરુ છે. આ લોકોએ આંબો અને પીપળાનો છોડ વાવવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને કેરીનું દાન કરો.
મકર અને કુંભઃ- મકર-કુંભ રાશિના સ્વામી શનિ છે અને આ લોકોએ જાંબુનો છોડ વાવવો જોઈએ. શનિ માટે તેલનું દાન કરો.