• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hariyali Amavasya On Thursday, 28 July, We Should Do Shradh On Amawasya, Plant Saplings In A Temple, Significance Of Hariyali Amawasya

યોગ-સંયોગ:ગુરુવારે હરિયાળી અમાસ; શુભ યોગમાં પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ અને કોઈ મંદિરમાં છોડ વાવવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અષાઢ મહિનાની અમાસ ગુરુવાર, 28 જુલાઈના રોજ છે. જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ વર્ષે અમાસના દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગમાં કરવામાં આવતા શુભ કામ જલ્દી સિદ્ધ એટલે સફળ થાય છે. હરિયાળી અમાસ પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રકટ કરવાનો અને પ્રકૃતિને કઇંક આપવાનો પર્વ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે હરિયાળી અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો અને સાથે જ કોઈ જાહેર સ્થાને અથવા કોઈ મંદિરમાં પીપળો, લીમડો, બીલીપત્ર, આંબળા, કેરી કે કોઈ અન્ય વૃક્ષનો છોડ વાવવો અને સંકલ્પ કરો કે આ છોડની દેખરેખ તેના મોટા થવા સુધી કરશો.

હરિયાળી અમાસ પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રકટ કરવાનો અને પ્રકૃતિને કઇંક આપવાનો પર્વ છે.
હરિયાળી અમાસ પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રકટ કરવાનો અને પ્રકૃતિને કઇંક આપવાનો પર્વ છે.

અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે
અમાસના દિવસે નદી સ્નાન અને તીર્થ દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે. હાલ વરસાદનો સમય છે, એવામાં જો કોઈ નદીમાં સ્નાન ઇચ્છો છો તો બેદરકારી બિલકુલ ન કરો. વરસાદના કારણે મોટાભાગની નદીઓમાં પાણીનો પ્રવાહ વધી જાય છે, એવામાં કિનારે રહીને જ સાવધાની સાથે સ્નાન કરવું જોઈએ. જો કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. સ્નાન કરતી સમયે બધા તીર્થનું અને પવિત્ર નદીઓનું ધ્યાન કરવું જોઈએ.

અમાસના દિવસે જો કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો.
અમાસના દિવસે જો કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો.

ગુરુવાર અને અમાસના યોગમાં આ શુભ કામ કરવું
ગુરુવાર અને અમાસના યોગમાં ગુરુ ગ્રહ માટે પણ ખાસ પૂજા કરવી જોઈએ. ગુરુ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે. એટલે અમાસના દિવસે કોઈ મંદિરમાં શિવલિંગ ઉપર ચણાની દાળ ચઢાવો. દીવો પ્રગટાવવો અને ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવવો. જરૂરિયાતમંદ લોકોને પીળા વસ્ત્રનું દાન કરો. ચણાની દાળ અને ચણાના લોટથી બનેલાં ભોજનનું દાન કરો.

ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખાસ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેના માટે કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ વિષ્ણુ મંદિરમાં પીપળાનો છોડ વાવવો.

જો કુંડળીમાં પિતૃ દોષ હોય તો કોઈ પીપળા પાસે દીવો પ્રગટાવવો. શિવલિંગ ઉપર જળ ચઢાવવું અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. હરિયાળી અમાસના દિવસે પોતાના પિતૃઓના નામથી કોઈ છોડ જરૂર વાવવો.