પર્વ:28મીએ હરિયાળી અમાસ, આ તિથિએ શિવ-પાર્વતીની પૂજા કરો અને પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 28 ઓગસ્ટના રોજ અષાઢ મહિનાની અમાસ છે. જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ તિથિએ કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ અમાસના દિવસે પૂજા-પાઠ સાથે જ ઝાડ-છોડ વાવવા જોઈએ. અહીં જાણો હરિયાળી અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરી શકો છો....

શિવજી અને દેવી પાર્વતીની પૂજા કરો
અમાસ તિથિએ પતિ-પત્નીએ એકસાથે શિવજી અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. પૂજામાં ઓમ ઉમામહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. દેવી માતાને સુહાગનો સામાન ચઢાવો. શિવલિંગ ઉપર પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવા જોઈએ. ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા કર્યા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ પ્રસાદ લો.

અમાસના દિવસે પૂજા-પાઠ સાથે જ ઝાડ-છોડ વાવવા જોઈએ
અમાસના દિવસે પૂજા-પાઠ સાથે જ ઝાડ-છોડ વાવવા જોઈએ

હરિયાળી અમાસના દિવસે જાહેર સ્થળે ઝાડ-છોડ વાવો
હરિયાળી અમાસ પ્રકૃતિને કઇંક આપવાનો પર્વ છે. આ દિવસે પ્રકૃતિની હરિયાળી જાળવી રાખવા માટે ઓછામાં ઓછો એક ઝાડ-છોડ કોઈ મંદિરમાં કે કોઈ જાહેર સ્થળે વાવવો જોઈએ. સાથે જ તે ઝાડ-છોડની દેખરેખ કરવાનો નિયમ લેવો.

પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો
અમાસના દિવસે ઘરના મૃત સભ્યો માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે શુભ કામ કરવામાં આવે છે. પ્રાચીન માન્યતા પ્રમાણે પરિવારના મૃત સભ્યોને જ પિતૃ દેવતા કહેવામાં આવે છે. અમાસ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવા જોઈએ.

અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવા જોઈએ.
અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવા જોઈએ.

અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા
અમાસ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો, બધા તીર્થનું અને નદીઓનું ધ્યાન કરવું જોઈએ. આવું કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય મળી શકે છે. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ.