• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hariyali Amavasya Doubles Its Importance With Ravipushya And Sarvarthasiddhi Yoga Tomorrow, Trees And Plants Can Be Planted According To The Date Of Birth And Zodiac

આજે હરિયાળી અમાસ:રવિપુષ્ય અને સર્વાર્થસિદ્ધિ યોગના કારણે આ દિવસનું મહત્ત્વ બેગણું થયું, જન્મ તારીખ અને રાશિ પ્રમાણે છોડ વાવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અમાસના દિવસે છોડ વાવો અને શ્રાદ્ધ-તર્પણ કરવાથી વર્ષભર સુધી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે

હરિયાળી અમાસ આજે ઊજવવામાં આવી રહી છે. આજે રવિપુષ્ય, સર્વાર્થસિદ્ધિ અને બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. જેથી આ પર્વનું મહત્ત્વ બેગણું થઈ ગયું છે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ સાથે જ નવ ગ્રહો પ્રમાણે છોડ વાવીને તેમની પૂજા પણ કરવી જોઈએ. જેથી પિતૃઓ વર્ષભર સુધી સંતુષ્ટ રહે છે અને દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે. તેની સાથે જ 11 ઓગસ્ટના રોજ હરિયાળી તીજ પણ રહેશે. આ દિવસે પણ છોડ વાવીને તેની પૂજા કરવાની પરંપરા છે.

આ અમાસના દિવસે છોડ વાવો અને શ્રાદ્ધ-તર્પણ કરવાથી વર્ષભર સુધી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે
આ અમાસના દિવસે છોડ વાવો અને શ્રાદ્ધ-તર્પણ કરવાથી વર્ષભર સુધી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે

જ્યોતિષઃ નવ ગ્રહોના છોડ વાવોઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે છોડ વાવવા માટે જ્યોતિષના મુખ્ય આચાર્ય વરાહમિહિરે પણ પોતાના ગ્રંથ બૃહત્સંહિતામાં મુહૂર્ત અને શુભ દિવસનો ઉલ્લેખ કર્યો છે. જ્યોતિષ પ્રમાણે હરિયાળી અમાસના દિવસે રાશિ અને જન્મ તારીખ પ્રમાણે 9 ગ્રહો સાથે જોડાયેલ છોડ વાવવામાં આવે તો દરેક પ્રકારની પરેશાનીઓ અને દોષ દૂર થાય છે.

હરિયાળી અમાસના દિવસે રાશિ અને જન્મ તારીખ પ્રમાણે 9 ગ્રહો સાથે જોડાયેલ છોડ વાવવામાં આવે તો દરેક પ્રકારની પરેશાનીઓ અને દોષ દૂર થાય છે.
હરિયાળી અમાસના દિવસે રાશિ અને જન્મ તારીખ પ્રમાણે 9 ગ્રહો સાથે જોડાયેલ છોડ વાવવામાં આવે તો દરેક પ્રકારની પરેશાનીઓ અને દોષ દૂર થાય છે.

જન્મ તારીખ અને રાશિઓ પ્રમાણે નવ ગ્રહો સાથે જોડાયેલાં છોડઃ-

  • સૂર્યઃ સિંહ રાશિના લોકો અને જે લોકોની જન્મ તારીખ, 1, 10, 19 કે 28 છે. આ લોકોએ લાલ ગુલાબ, કરેણ, સૂર્યમુખી, સરસિયો અથવા ઘઉંનો છોડ વાવવો જોઈએ. સાથે જ, આ પર્વમાં મદારનો છોડ વાવીને તેની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી આત્મવિશ્વાસ અને ઉંમર બંને વધે છે.
  • ચંદ્રઃ- કર્ક રાશિના લોકો અને જેમની જન્મતારીખ 2, 11, 20 કે 29 છે. આ લોકોએ કરેણ, વાંસ, ચમેલી કે વડનો છોડ વાવવો જોઈએ. સાથે જ પલાશનો છોડ વાવીને તેની પૂજા કરવી જોઈએ. તેનાથી બીમારીઓ થશે નહીં. અજાણ્યો ભય દૂર થશે અને માનસિક પરેશાનીઓથી પણ છુટકારો મળી શકે છે.
  • મંગળઃ મેષ કે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. સાથે જ, 9, 18 કે 27 તારીખે જન્મેલાં લોકોએ લાલ ચંદન કે ખેરનો છોડ વાવવો જોઈએ. સાથે જ જાસૂદનો છોડ વાવીને તેની પૂજા કરો. આવું કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.
  • બુધઃ મિથુન અને કન્યા રાશિ સિવાય જેમની જન્મ તારીખ 5, 14 કે 23 હોય તેવા લોકોએ આજે અપામાર્ગ કે પાનની વેલ વાવવી જોઈએ. સાથે જ તુલસીનો છોડ વાવીને તેની પૂજા કરવી જોઈએ. તેનાથી લેવડ-દેવડમાં ફાયદો થશે. સાથે જ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
  • ગુરુઃ ધન અને મીન રાશિના લોકો સાથે જ 3, 12, 21 કે 30 તારીખે જન્મેલાં લોકોએ ગલગોટો, વજ્રદંતી, પીળા ફૂલના છોડ વાવવા જોઈએ. કેળાનો છોડ વાવીને તેની પૂજા કરો. આવું કરવાથી લગ્નજીવન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે અને પરિવારમાં સમૃદ્ધિ વધશે.
  • શુક્રઃ વૃષભ અને તુલા રાશિ સિવાય જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 હોય એવા લોકોએ શુક્ર સાથે જોડાયેલ છોડ વાવવો જોઈએ. જેમ કે કરેણ, અર્જુન, અશોક, નાગકેસર, ચમેલી કે રજનીગંધાનો છોડ લગાવી શકો છો. સાથે જ ગૂલરનો છોડ વાવીને તેની પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ વધે છે.
  • શનિઃ મકર અને કુંભ રાશિ સાથે જ 8, 17 અને 26 તારીખે જન્મેલાં લોકોએ વૈજયંતી, પીપળો, જાંબુ કે વડનો છોડ વાવવો જોઈએ. સાથે જ સમડાનો છોડ વાવીને તેની પૂજા કરવાથી શનિ દોષ દૂર થાય છે. દરેક પ્રકારની પરેશાનીઓ અને કામકાજમાં આવતા વિઘ્નો પણ દૂર થશે.
  • રાહુઃ જે લોકોની જન્મ તારીખ 4, 13, 22 કે 31 છે. તેમણે રાહુ માટે દૂર્વા, લીમડો, પીપળો કે ચંદનનો છોડ વાવીને તેની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી રાહ સાથે જોડાયેલાં દોષ દૂર થાય છે. સાથે જ અજાણ્યો ભય અને નિર્ણય લેવામાં મુશ્કેલી આવતી નથી.
  • કેતુઃ 7, 16 અને 25 તારીખે જન્મ લેનાર લોકોએ અશ્વગંધા, ગેંદો, કુશ વાવીને તેની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારની પરેશાની અને ભય દૂર થશે.