હરિયાળી અમાસ:આજે ઘરના કુંડામાં બીમારીઓથી બચાવી શકે તેવા 9 ઔષધીય છોડ વાવવા જોઈએ
- ડાયાબિટિઝ અને પેટની બીમારીઓમાં એલોવેરા ઉપયોગમાં લેવામાં આવે છે, શરદી, ઉધરસ અને તાવને તુલસી દૂર કરે છે
આજે હરિયાળી અમાસ છે. આ પર્વમાં છોડ વાવવાની પરંપરા છે. આ પર્વમાં ઘરના કુંડામાં ઔષધીય છોડ પણ વાવી શકાય છે. જેનો ઉપયોગ કરીને બીમારીઓના સંક્રમણથી બચી શકાય છે. ઇન્યુનિટી વધારનાર આ છોડમાં ગિલોય, તુલસી અને આદું સહિત 10 છોડ સામેલ છે. તેનો ઉલ્લેખ આયુર્વેદમાં જ નહીં પરંતુ અનેક ધર્મગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. અનેક બીમારીઓના ઉપચાર માટે બનાવવામાં આવતી દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કયા છોડ વાવી શકાય છેઃ-
બીએચયૂની આયુર્વેદાચાર્ય ડો. પૂનમ યાદવ અને બનારસના જ આયુર્વેદિક કોલેજના અધિકારી ડો. પ્રશાત મિશ્રના જણાવ્યા પ્રમાણે ઘરમાં ગિલોય, તુલસી, આંબળા, ફુદીનો, લીમડો, આદુ, એલોવેરા, હળદર, શતાવર, લસણ, મેથી, અજમો વાવી શકાય છે. આ ઔષધીઓ બીમારીઓ સામે લડવાની તાકાત તો વધારે છે સાથે જ તેમાંથી થોડા રોજિંદાના મસાલાઓમાં પણ ઉપયોગ લઈ શકાય છે.
ડાયાબિટિઝ અને પેટની બીમારીઓમાં એલોવેરા ઉપયોગમાં લેવામાં આવે છે, શરદી, ઉધરસ અને તાવને તુલસી દૂર કરે છે
ફાયદાઃ-
- આંબળાઃ આ છોડમાં વિટામિન સી ખૂબ જ વધારે હોય છે. તે આંખની સમસ્યાઓને ખૂબ જ જલ્દી દૂર કરે છે. આંબળાનો ઉપયોગથી બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.
- એલોવેરાઃ આ છોડમાં એમીનોએસિડ અને અનેક વિટામિન હોય છે, જેનાથી રોગ પ્રતિરોધાત્મક ક્ષમતા વધે છે. પેટને લગતી અને ડાયાબિટિસની સમસ્યામાં તેનો ઉપયોગ થાય છે.
- હળદરઃ આ છોડને એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટિરિયલ માનવામાં આવે છે. દૂધ સાથે સેવન કરવાથી શરદીને લગતા રોગ, સાંધાનો દુખાવો અને મોંમા આવતી દુર્ગંધ દૂર થાય છે.
- આદુઃ આ છોડને એન્ટિબેક્ટિરિયલ ગણોથી યુક્ત માનવામાં આવે છે. કબજિયાત અને શરદીને દૂર કરે છે. મધ સાથે તેનું સેવન કરવાથી ગળાના રોગ દૂર થાય છે.
- લીમડોઃ- આ છોડ શરીરમાં ઝેરી પદાર્થોને હાનિ પહોંચાડતા અટકાવે છે. તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની શક્તિ હોય છે.
- તુલસીઃ- તેના પાન અને બીજનું સેવન લોકો શરદી, ઉધરસ અને તાવને દૂર કરવા માટે કરે છે.
- ફુદીનોઃ- ફુદીનાના રસથી કબજિયાત અને પેટમાં ગેસ બનવાને લગતી બીમારીઓ દૂર થાય છે. તેના પાણીથી કોગળા કરવાથી દાંત અને ગળાના કીટાળુ નષ્ટ થાય છે.
- ગિલોયઃ- આ એન્ટીઓક્સીડેન્ટ્સના સ્વરૂપમાં કામ કરે છે. તેનો ઉપયોગ તાવસ વાત-પિત્ત અને કફને દૂર કરવા માટે કરવામાં આવે છે.