હરિયાળી અમાસ:ગુરુવારે સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગમાં અમાસ ઉજવાશે, આ 7 કામ કરવાથી પિતૃદોષનો અશુભ પ્રભાવ દૂર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મગ્રંથોમાં અમાસ તિથિનું ખૂબ જ ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ વખતે 28 જુલાઈ, ગુરુવારે અષાઢ મહિનાની અમાસનો યોગ બની રહ્યો છે. જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ તિથિને પિતૃઓની તિથિ કહેવામાં આવે છે.

આ વખતે હરિયાળી અમાસ 28 જુલાઈ, ગુરુવારના રોજ છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સાથે જ સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ બધા યોગ ખૂબ જ શુભ છે, તેમાં કરવામાં આવતી પૂજા, ઉપાય વગેરે કામ જલ્દી સિદ્ધ એટલે સફળ થાય છે. હરિયાળી અમાસ મુખ્યત્વે પ્રકૃતિની નજીક જવાનો અને તેના પ્રત્યે આભાર પ્રકટ કરવાનું પર્વ છે.

અમાસ તિથિ ક્યારે?
પંચાંગ પ્રમાણે, અષાઢ મહિનાની અમાસ તિથિ 27 જુલાઈ, બુધવારે રાતે લગભગ 09.11 વાગ્યાથી શરૂ થશે, જે 28 જુલાઈ ગુરુવારે રાતે 11.24 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ 28 જુલાઈ હોવાથી આ દિવસે વ્રત રાખવું ખૂબ જ શુભ રહેશે. આ દિવસે સવારે 07.05 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર હોવાથી સિદ્ધિ અને તે પછી પુષ્ય નક્ષત્ર હોવાથી શુભ નામના 2 યોગ બનશે. ગુરુ પુષ્યનો શુભ યોગ હોવાથી આ તિથિનું મહત્ત્વ ખૂબ જ વધી જશે.

હરિયાળી અમાસ મુખ્યત્વે પ્રકૃતિની નજીક જવાનો અને તેના પ્રત્યે આભાર પ્રકટ કરવાનું પર્વ છે
હરિયાળી અમાસ મુખ્યત્વે પ્રકૃતિની નજીક જવાનો અને તેના પ્રત્યે આભાર પ્રકટ કરવાનું પર્વ છે

આ તિથિ ખૂબ જ ખાસ રહેશે
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, પુષ્યને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી શનિદેવ છે અને ઉપ સ્વામી બૃહસ્પતિ છે. અમાસ પિતૃઓની તિથિ છે. આ દૃષ્ટિએ આ અમાસ તંત્ર, મંત્રની સાધના માટે પણ ખૂબ જ શુભ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવ છે. આ અમાસના દિવસે ચંદ્ર પોતાની રાશિ કર્કમાં રહેશે. આ યોગ પિતૃ કર્મ જેમ કે- પિંડદાન, શ્રાદ્ધ વગેરે માટે શ્રેષ્ઠ છે. આ દિવસે પિતૃઓની યાદમાં છોડ વાવવા પણ શ્રેષ્ઠ રહેશે. તેનાથી પણ પિતૃ પ્રસન્ન થશે.

હરિયાળી અમાસના દિવસે પુષ્ય નક્ષત્રના સંયોગમાં કોઈ યોગ્ય બ્રાહ્મણને ભોજન માટે આમંત્રિત કરો
હરિયાળી અમાસના દિવસે પુષ્ય નક્ષત્રના સંયોગમાં કોઈ યોગ્ય બ્રાહ્મણને ભોજન માટે આમંત્રિત કરો

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, આ દિવસે થોડાં ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ શકે છે.

  • હરિયાળી અમાસના દિવસે પિતૃઓની કૃપા મેળવવા માટે કોઈ મંદિરમાં પીપળો, લીમડો, બીલીપત્ર, આંબળા, આંબો કે કોઈ અન્ય ઝાડનો છોડ વાવવો અને જ્યાં સુધી તે મોટું થઈ જાય નહીં ત્યાં સુધી તે દરરોજ તેની સેવા કરો. તેનાથી પિતૃઓની કૃપા તમારા ઉપર જળવાયેલી રહેશે.
  • ગુરુવાર અને અમાસના યોગમાં શિવલિંગની પૂજા કરો. પાણીમાં કાળા તલ મિક્સ કરીને શિવજીનો અભિષેક કરો. તેનાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે અને તમારી દરેક કામના પૂર્ણ કરે છે.
  • હરિયાળી અમાસના દિવસે જરૂરિયાતમંદને અનાજ, વસ્ત્ર, વાસણ વગેરે સામગ્રીઓનું દાન કરો. તેનાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે. આ દિવસે કોઢના રોગીઓને તેલથી બનેલું ભોજન દાન કરો.
  • હરિયાળી અમાસના દિવસે પુષ્ય નક્ષત્રના સંયોગમાં કોઈ યોગ્ય બ્રાહ્મણને ભોજન માટે આમંત્રિત કરો. ભોજન પછી તેમને પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર, વાસણ વગેરે વસ્તુઓ ભેટ કરો અને દક્ષિણા આપીને સન્માન સાથે વિદાય આપો. પિતૃઓની કૃપા મેળવવા માટે આ અચૂક ઉપાય કરો.
  • હરિયાળી અમાસના દિવસે કોઈ પવિત્ર નદીના કિનારે પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ વગેરે કરો. નદીમાં સ્નાન કરીને પિતૃઓને જળ દાન કરો અને સૂર્યને અર્ઘ્ય પણ આપો.
  • કુંડળીમાં પિતૃદોષ હોય તો કોઈ પીપળા પાસે દીવો પ્રગટાવવો અને તે સ્થાને બેસીને પિતૃ સ્ત્રોતનો પાઠ કરો. એટલો સમય ન હોય તો પિતૃ મંત્રની એક માળા 108વાર જાપ કરો.