ધર્મગ્રંથોમાં અમાસ તિથિનું ખૂબ જ ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ વખતે 28 જુલાઈ, ગુરુવારે અષાઢ મહિનાની અમાસનો યોગ બની રહ્યો છે. જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ તિથિને પિતૃઓની તિથિ કહેવામાં આવે છે.
આ વખતે હરિયાળી અમાસ 28 જુલાઈ, ગુરુવારના રોજ છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સાથે જ સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ બધા યોગ ખૂબ જ શુભ છે, તેમાં કરવામાં આવતી પૂજા, ઉપાય વગેરે કામ જલ્દી સિદ્ધ એટલે સફળ થાય છે. હરિયાળી અમાસ મુખ્યત્વે પ્રકૃતિની નજીક જવાનો અને તેના પ્રત્યે આભાર પ્રકટ કરવાનું પર્વ છે.
અમાસ તિથિ ક્યારે?
પંચાંગ પ્રમાણે, અષાઢ મહિનાની અમાસ તિથિ 27 જુલાઈ, બુધવારે રાતે લગભગ 09.11 વાગ્યાથી શરૂ થશે, જે 28 જુલાઈ ગુરુવારે રાતે 11.24 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ 28 જુલાઈ હોવાથી આ દિવસે વ્રત રાખવું ખૂબ જ શુભ રહેશે. આ દિવસે સવારે 07.05 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર હોવાથી સિદ્ધિ અને તે પછી પુષ્ય નક્ષત્ર હોવાથી શુભ નામના 2 યોગ બનશે. ગુરુ પુષ્યનો શુભ યોગ હોવાથી આ તિથિનું મહત્ત્વ ખૂબ જ વધી જશે.
આ તિથિ ખૂબ જ ખાસ રહેશે
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, પુષ્યને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી શનિદેવ છે અને ઉપ સ્વામી બૃહસ્પતિ છે. અમાસ પિતૃઓની તિથિ છે. આ દૃષ્ટિએ આ અમાસ તંત્ર, મંત્રની સાધના માટે પણ ખૂબ જ શુભ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવ છે. આ અમાસના દિવસે ચંદ્ર પોતાની રાશિ કર્કમાં રહેશે. આ યોગ પિતૃ કર્મ જેમ કે- પિંડદાન, શ્રાદ્ધ વગેરે માટે શ્રેષ્ઠ છે. આ દિવસે પિતૃઓની યાદમાં છોડ વાવવા પણ શ્રેષ્ઠ રહેશે. તેનાથી પણ પિતૃ પ્રસન્ન થશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, આ દિવસે થોડાં ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.