• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hari Har Milan Takes Place In The Night On Kartik Festival Baikunth Chaturdashi, Lord Shiva And Vishnu Are Worshiped Together On This Date

વૈકુંઠ ચૌદશ:આજે રાતે હરિ-હર મિલન થશે, આ તિથિએ ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા એકસાથે થાય છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગનિદ્રાથી જાગીને વૈકુંઠ ચૌદશના દિવસે ભગવાન શિવ સૃષ્ટિના કારભારની જવાબદારી ભગવાન વિષ્ણુને સોંપે છે

આ વખતે પંચાંગની ગણનામાં ભેદ થવાથી તિથિઓની ઘટ-વધ થઈ રહી છે. જેથી કારતક મહિનાના ખાસ તિથિ-તહેવારોની તારીખને લઈને પણ ભેદ છે. દેવ પ્રબોધિની એકાદશી પછી હવે વૈકુંઠ ચૌદશ વ્રત પણ બે દિવસ કરવામાં આવશે. દેશના અનેક ભાગમાં 17 નવેમ્બર તો કોઈ જગ્યાએ 18 નવેમ્બરના રોજ આ પર્વ ઉજવાશે. આ પર્વમાં હરિ-હર મિલન એટલે ભગવાન શિવ અને વિષ્ણુજીની ઔપચારિક મુલાકાત કરાવવાની પરંપરા છે. જે રાતના સમયે થાય છે. એટલે અનેક જગ્યાએ ચંદ્રના ઉદય સમયે ચૌદશ તિથિમાં આ પર્વ 17 નવેમ્બરના રોજ જ ઊજવવામાં આવશે.

યોગનિદ્રાથી જાગીને વૈકુંઠ ચૌદશના દિવસે ભગવાન શિવ સૃષ્ટિના કારભારની જવાબદારી ભગવાન વિષ્ણુને સોંપે છે
યોગનિદ્રાથી જાગીને વૈકુંઠ ચૌદશના દિવસે ભગવાન શિવ સૃષ્ટિના કારભારની જવાબદારી ભગવાન વિષ્ણુને સોંપે છે

હરિ-હર મિલનની પરંપરા શું છે
સ્કંદ, પદ્મ અને વિષ્ણુધર્મોત્તર પુરાણના જણાવ્યા પ્રમાણે કારતક મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ ભગવાન શિવ અને વિષ્ણુજીનું મિલન કરાવવામાં આવે છે. રાતે બંને દેવતાઓની મહાપૂજા કરવામાં આવે છે. રાત્રિજાગરણ પણ કરવામાં આવે છે. માન્યતા છે કે ચાતુર્માસ પૂર્ણ થવાની સાથે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાથી જાગે છે અને આ મિલન સમયે ભગવાન શિવ સૃષ્ટિનો કારભાર વિષ્ણુજીને સોંપે છે. ભગવાન વિષ્ણુજી વૈકુંઠ લોકમાં રહે છે એટલે આ દિવસને વૈકુંઠ ચૌદશ પણ કહેવામાં આવે છે.

પૂજા અને વ્રત વિધિ

  • આ દિવસે સવારે જલ્દી સ્નાન કરીને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લો.
  • આખો દિવસ કશું જ ભોજન કર્યા વિના ભગવાનના નામનો જાપ કરો.
  • રાતે કમળના ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
  • તે પછી ભગવાન શંકરની પણ પૂજા કરો.

પૂજાના મંત્ર
ऊँ शिवकेशवाय नम:
ऊँ हरिहर नमाम्यहं

આખી રાત પૂજા કર્યા પછી બીજા દિવસે ફરીથી શિવજીનું પૂજન કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો. તે પછી તમે પણ ભોજન કરો. વૈકુંઠ ચૌદશનું આ વ્રત શૈવ અને વૈષ્ણવોની પારસ્પરિક એકતાનું પ્રતીક છે.
આખી રાત પૂજા કર્યા પછી બીજા દિવસે ફરીથી શિવજીનું પૂજન કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો. તે પછી તમે પણ ભોજન કરો. વૈકુંઠ ચૌદશનું આ વ્રત શૈવ અને વૈષ્ણવોની પારસ્પરિક એકતાનું પ્રતીક છે.