શનિવાર 16 એપ્રિલે ચૈત્ર મહિનાની પૂનમ છે, આ દિવસે હનુમાન જયંતી પણ ઊજવવામાં આવશે. હનુમાનજી સાથે જોડાયેલાં અનેક એવા પ્રસંગ છે, જેમાં લાઇફ મૅનેજમેન્ટના સૂત્ર જણાવવામાં આવ્યાં છે. આ સૂત્રોને અનુસરવાથી મોટી પરેશાનીઓથી બચી શકાય છે. સાથે જ, સુખ-શાંતિ મળી શકે છે. રામાયણનો એક એવો પ્રસંગ, જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે આપણને સફળતા મળે છે ત્યારે આપણે શું કરવું જોઇએ....
રામાયણના સુંદરકાંડમાં હનુમાનજીએ જણાવ્યું કે, જ્યારે આપણને સફળતાં મળે ત્યારે આપણે શાંત થઇ જવું જોઇએ. આપણી સફળતાની વાત કોઇ અન્ય જણાવે તો માન-સન્માનમાં વધારો થાય છે.
જામવંતે હનુમાનજીની સફળતાની ગાથા સંભળાવી
લંકા બાળીને સીતાજીને રામજીનો સંદેશ આપ્યાં બાદ હનુમાનજી પાછા ફર્યા તે તેમની સફળતા હતી. હનુમાનજી ઇચ્છતાં તો આ સફળતા વિશે સ્વયં તેઓ શ્રીરામજીને જણાવી શકતાં હતાં. પરંતુ હનુમાનજી જે કરીને આવ્યાં, તેમની ગાથા શ્રીરામને જામવંતે સંભળાવી હતી.
શ્રીરામચરિત માનસ પ્રમાણે
नाथ पवनसुत कीन्हि जो करनी। सहसहुं मुख न जाइ सो बरनी।।
पवनतनयके चरित्र सुहाए। जामवंत रघुपतिहि सुनाए।।
જામવંત શ્રીરામને કહે છે- હે નાથ! પવનપુત્ર હનુમાનજી જે કરીને આવ્યાં છે, તેનું વર્ણન હજાર મુખોથી પણ કરી શકાય નહીં. ત્યારે જામવંતે હનુમાનજીના સુંદર ચરિત્ર (કાર્ય) શ્રીરઘુનાથજીને સંભળાવ્યું.
सुनतकृपानिधि मन अति भाए। पुनि हनुमान हरषि हियं लाए।।
સફળતાની કથા સાંભળ્યા બાદ શ્રીરામચંદ્રના મનને હનુમાનજી ખૂબ જ સારા લાગ્યાં. તેમણે પ્રસન્ન થઇને હનુમાનજીને હ્રદયે લગાવી લીધા. પરમાત્માના હ્રદયમાં સ્થાન મળી જવું જ સૌથી મોટો પુરસ્કાર છે.
આ પ્રસંગનો બોધપાઠ
વ્યક્તિને સફળતા મળ્યાં બાદ થોડીવાર માટે મૌન થઇ જવું જોઇએ. પોતાની ઉપલબ્ધિ વિશે કોઇ અન્ય વ્યક્તિ જણાવે તો માન-સન્માનમાં વધારો થાય છે અને સફળતાનું મહત્ત્વ વધી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.