તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વ:હનુમાન જયંતીનું પર્વ તેલંગાણામાં એક મહિના સુધી ચાલે છે, દક્ષિણ ભારતમાં દિવાળીના એક દિવસ પહેલાં ઉજવાય છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમિળ કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં હનુમાન જયંતીનો પર્વ ઊજવાય છે

હનુમાન જયંતીનું પર્વ સ્થાનીય માન્યતાઓ તથા કેલેન્ડરના આધારે દેશમાં વિવિધ દિવસોમાં ઊજવાય છે. હનુમાન જયંતી ઉત્તર ભારતમાં ચૈત્ર મહિનાની પૂનમ એટલે માર્ચ-એપ્રિલમાં ઊજવાય છે. અહીં આ પર્વ એક દિવસનો હોય છે. ત્યાં જ, થોડાં ગ્રંથ અને પરંપરાઓના કારણે આ પર્વ દક્ષિણ ભારતમાં કૃષ્ણપક્ષની ચૌદશ એટલે દિવાળીથી એક દિવસ પહેલાં અને માગસર મહિનામાં આવે છે. ઓરિસ્સામાં આ પર્વ વૈશાખ મહિનાના પહેલાં દિવસે ઊજવાય છે. આ સિવાય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ મહોત્સવ એક મહિનાથી વધારે સમય સુધી ઊજવવામાં આવે છે.

હનુમાન જયંતી અંગે માન્યતાઃ-
કાશી વિદ્વત પરિષદના અધ્યક્ષ ડો. કામેશ્વર ઉપાધ્યાય પ્રમાણે, માન્યતાઓના આધારે ધરતી ઉપર ભગવાન શ્રીરામ જન્મ પહેલાં જ હનુમાનજીનું પ્રાકટ્ય થઇ ગયું હતું. પરંપરા પ્રમાણે કારતક મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશે હનુમાનજીનો જન્મ થયો હતો. જે આજના સમયે દિવાળીના એક દિવસ પહેલાં આવે છે.

વ્રત રત્નાકર ગ્રંથ પ્રમાણે, શ્રીરામ જન્મ ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ ઊજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ દિવસ હનુમાન જયંતી પર્વ તરીકે ઊજવવાની પરંપરા છે. ગ્રંથો પ્રમાણે હનુમાનજીનો જન્મ મંગળવારે સ્વાતી નક્ષત્ર દરમિયાન મેષ લગ્નમાં એટલે સાંજના સમયે થયો હતો.

આવું કેમઃ-
ડો. ઉપાધ્યાય પ્રમાણે પ્રાચીનકાળમાં હનુમાનજીની પૂજા શિવ પંચાયત(શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નંદી) અને રામ પંચાયત (શ્રીરામ, સીતા અને લક્ષ્મણ) સાથે થતી હતી. થોડો સમય પસાર થયા બાદ હનુમાનજીની પૂજા અલગથી થવા લાગી. ત્યાર બાદ હનુમાનજીના મંદિર બન્યા તથા જયંતી પર્વ ઊજવવાની શરૂઆત થઇ. ત્યારે દેશમાં આ પર્વ વિવિધ ગ્રંથો અને માન્યતાઓ પ્રમાણે કોઇ સ્થાને ચૈત્ર, વૈશાખ, કારતક અને માગસર મહિનામાં ઊજવવામાં આવે છે.

ઉત્તર ભારતઃ-
ઉત્તર ભારત એટલે દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત થોડા અન્ય રાજ્યોમાં મોટાભાગે હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂનમ એટલે માર્ચ-એપ્રિલમાં ઊજવવામાં આવે છે. આ એક જ દિવસનો પર્વ છે. આ દિવસ હનુમાનજી સાથે ભગવાન શ્રીરામ અને માતા સીતાની પૂજા કરવામાં આવે છે. દિવસભર વ્રત રાખવામાં આવે છે. સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને બજરંગબાણનો પાઠ કરવામાં આવે છે. મંદિરોમાં હવન અને ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાઃ-
અહીં હનુમાન જયંતી મહોત્સવ તરીકે ઊજવાય છે. જે લગભગ 41 દિવસ સુધી ચાવે છે. આ ઉત્સવ ચૈત્ર મહિનાની પૂનમથી શરૂ થાય છે અને વૈશાખ મહિનામાં વદ પક્ષ દરમિયાન દસમા દિવસે પૂર્ણ થાય છે. અહીં હનુમાન ભક્ત ચૈત્ર મહિનાની પૂનમે 41 દિવસની દીક્ષા લે છે અને હનુમાન જયંતીના દિવસે તેનું સમાપન થાય છે.

તમિળનાડુઃ-
તમિળનાડુમાં તમિળ કેલેન્ડર પ્રમાણે માગશર અમાસના દિવસે હનુમાન જયંતી પર્વ ઊજવાય છે. અહીં તેને હનુમત જયંતી કહેવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડરમાં તમિળ હનુમાન જયંતી પર્વ જાન્યુઆરી અથવા ડિસેમ્બર મહિનામાં આવે છે. આ દિવસે હનુમાનજી સાથે શ્રીરામ-સીતાની પણ પૂજા કરવામાં આવે છે.

કર્ણાટકઃ-
કર્ણાટકમાં હનુમાન જયંતી પર્વ એક દિવસનો હોય છે. પરંતુ થોડાં ભાગમાં સ્થાનીય પરંપરાઓ પ્રમાણે આ પર્વ 2 અથવા 3 દિવસ સુધી પણ ઊજવાય છે. કર્ણાટકમાં હનુમાન જયંતીને હનુમાન વ્રતમના નામથી ઓળખવામાં આવે છે. આ પર્વ માગશર મહિનાના સુદ પક્ષની તેરસ એટલે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો