જેઠ અમાસ:ખેડૂતો માટે હલહારિણી અમાસ ખૂબ જ ખાસ હોય છે, આ દિવસે દાન-પુણ્ય સાથે જ છોડ વાવવાની પરંપરા છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 28 જૂનના રોજ હલહારિણી અમાસ અને બુધવાર, 29 જૂનના રોજ સ્નાન, દાન-પુણ્યની અમાસ રહેશે. ખેડૂતો માટે હલહારિણી અમાસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ તિથિએ ખેડૂતો હળની પૂજા કરે છે. ખેતરમાં નવા પાકની બીજ રોપવાનું કામની શરૂઆત કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જેઠ મહિનાની અમાસ પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રકટ કરવાની તિથિ છે. જેઠ મહિનાથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે અને આ મહિનામાં જો વૃક્ષારોપણ કરવામાં આવે તો વરસાદના કારણે તે છોડ ઉગવાની શક્યતાઓ વધી જાય છે. વર્ષા ઋતુમાં યોગ્ય દેખભાળ સાથે તે છોડ પોતાની જડ જમીનમાં મજબૂત કરી લે છે અને તે પછી તે સરળતાથી વધવા લાગે છે. આ કારણે હલહારિણી અમાસના દિવસે પૂજા-પાઠ સાથે જ ઓછામાં ઓછો એક છોડ ચોક્કસ વાવવો જોઈએ.

મોટાભાગે હલહારિણી અમાસ સુધી વરસાદની શરૂઆત થવા લાગે છે, ખેતરોની માટી નવા પાકના બીજ વાવવા માટે તૈયાર થઈ જાય છે. આ કારણે જેઠ મહિનાની અમાસ પછી ખેતીનું કામ શરૂ થઈ જાય છે. હળની પૂજા કરીને ખેતરમાં વાવણીનું કામ શરૂ થાય છે, તે પછી બીજ વાવવામાં આવે છે.

જેઠ મહિનાની અમાસ પછી ખેતીનું કામ શરૂ થઈ જાય છે. હળની પૂજા કરીને ખેતરમાં વાવણીનું કામ શરૂ થાય છે
જેઠ મહિનાની અમાસ પછી ખેતીનું કામ શરૂ થઈ જાય છે. હળની પૂજા કરીને ખેતરમાં વાવણીનું કામ શરૂ થાય છે

હલહારિણી અમાસના દિવસે આ શુભ કામ કરી શકો છો

  • અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. સ્નાન કરતી સમયે ગંગા, યમુના, સરસ્વતી, અલકનંદા વગેરે નદીઓનું અને હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક, બદ્રીનાથ વગેરે તીર્થોનું ધ્યાન કરવું જોઈએ.
  • અમાસના દિવસે લગ્નજીવનમાં સુખ-શાંતિ અને પ્રેમ જાળવી રાખવાની કામના સાથે શિવજી અને દેવી પાર્વતીની પૂજા પતિ-પત્નીએ એકસાથે કરવી જોઈએ. પૂજામાં ૐ ઉમામહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. દેવી માતાને સુહાગનો સામાન ચઢાવો.
  • શિવલિંગ ઉપર પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવું. બીલીપાન, ધતૂરો, હાર-ફૂલ અને અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો. ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ ગ્રહણ કરો.
  • અમાસ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ પણ કરો. તેના માટે બપોરે બળતા છાણા ઉપર ગોળ-ઘી અર્પણ કરવું જોઈએ, આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...