તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હલહારિણી અમાસ 9 તારીખે:આ દિવસે હળની પૂજા કરવાથી અને વૃક્ષ-છોડ રોપવાથી સુખ-સમૃદ્ધિ વધે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે ન તો ખેતરો ખેડાય છે અને ન તો પાકનું વાવેતર થાય છે, બળદને ચરવા માટે ખુલ્લા છોડી દેવામાં આવે છે

જેઠ અમાસ 9 જુલાઈએ છે. તેને હલહારિણી અમાસ પણ કહેવામાં આવે છે કેમ કે વરસાદની સિઝનની શરૂઆતની સાથે વૃક્ષો અને છોડ રોપવામાં આવે છે અને હળની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખેતરોમાં પાકનું વાવેતર થતું નથી. આ પર્વના દિવસે પરિવારની સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુની સાથે હળ અને ખેતીમાં ઉપયોગ થતા સાધનોની પૂજા કરવાની પરંપરા છે.

હલહારિણી અમાસ કેમ
આ અમાસ પર બળદ પાસેથી કોઈ કામ કરાવવામાં નથી આવતું. તેમને ઘાસ ચરવા માટે આખો દિવસ ખુલ્લા છોડવામાં આવે છે. તે ઉપરાંત હળની પૂજા પણ કરવામાં આવે છે. પુરીના જ્યોતિષચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે, ચંદ્ર અમૃતનો કારક ગ્રહ છે અને અમાસના દિવસે ચંદ્રની ઔષધીય અસર ઘાસ અને ઝાડ પર થાય છે. જેને ખાઈને બળદરની તાકાત અને ઉંમર વધે છે.જેના કારણે ખેતી લાંબા સમય સુધી થઈ શકે છે.

વૃક્ષ-છોડ લગાવવાથી પુણ્ય મળે છે
આ દિવસે પીપળો, આસોપાલવ, તુલસી, બીલીપત્ર અને અન્ય છોડ-વૃક્ષ લગાવવાની પરંપરા છે. આવું એટલા માટે કેમ કે વરસાદની સિઝન હોય છે. જેના કારણે વૃક્ષો અને છોડ કરમાઈ નથી જતા અને જલ્દી મોટા થઈ જાય છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, અમાસના દિવસે લગાવવામાં આવેલા વૃક્ષો અને છોડથી પિતૃ અને દેવતા પ્રસન્ન થાય છે. તે ઉપરાંત પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. તેનાથી ઘણા પ્રકારના દોષ પણ દૂર થઈ જાય છે.

તિથી બીજા દિવસ સુધી રહેશે, એટલે શનિશ્ચરી અમાસ પણ
ડૉ. મિશ્રા જણાવે છે કે, અમાસની તિથી 9 જુલાઈના રોજ સૂર્યોદય પહેલા શરૂ થઈ જશે જે 10 જુલાઈના રોજ સવારે લગભગ 7 વાગ્યા સુધી રહેશે. આ દિવસે 5.45 વાગ્યે સૂર્યોદય થઈ જશે, તેથી આ દિવસે શનિશ્ચરી અમાસ પણ કહેવામાં આવશે. તેથી આ દિવસે સ્નાન-દાન કરવાથી પુણ્ય મળશે. પિતૃદોષ, કાલસર્પ દોષની શાંતિ માટે આ અમાસ શ્રેષ્ઠ છે.