હલહારિણી અમાસ:આ પર્વમાં જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી અનેક યજ્ઞનું પુણ્ય ફળ મળી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે હળ અને ખેતી સાથે જોડાયેલ હથિયારોની પૂજા કરવામાં આવે છે એટલે તેને હલહારિણી અમાસ કહેવામાં આવે છે
  • જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહ નડતર નિવારણ માટે ઉત્તમ દિવસ

હિંદુ કેલેન્ડરમાં જેઠ મહિનાની અમાસ 9 અને 10 જુલાઈના રોજ રહેશે. ગ્રંથો પ્રમાણે આ પર્વનું ખાસ મહત્ત્વ છે. જેઠ અમાસના દિવસે ગંગા સ્નાન, દાન અને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ હોય છે. આ પર્વમાં દાન કરવાથી અનેક યજ્ઞનું પુણ્ય ફળ મળે છે. આ અમાસ વર્ષા ઋતુ દરમિયાન આવે છે. આ દિવસે હળ અને ખેતીના અન્ય ઉપકરણોની પૂજા કરવાની પણ પરંપરા છે. એટલે તેને હલહારિણી અમાસ પણ કહેવામાં આવે છે.

સોમવાર અને ગુરુવારની અમાસ શુભ હોય છેઃ-
જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસ સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય છે. આ બંને ગ્રહો વચ્ચે 0 ડિગ્રીનું અંતર થઈ જાય છે. આ દિવસ સૂર્ય-ચંદ્રની યુતિ બને છે. જ્યોતિષ ગ્રંથોમાં સૂર્યને ધર્મ-કર્મનો સ્વામી જણાવવામાં આવે છે અને ચંદ્રને અમૃત અને મનનો સ્વામી માનવામાં આવે છે. એટલે આ દિવસે કરવામાં આવેલ ધાર્મિક કાર્યોથી અધ્યાત્મિક શક્તિ વધી જાય છે. સોમવાર કે ગુરુવારે આવતી અમાસને શુભ માનવામાં આવે છે. મંગળ, બુધ, શુક્ર અને શનિ અમાસને સામાન્ય ફળ આપનારી માનવામાં આવે છે. ત્યાં જ, રવિવારે અમાસનું હોવું અશુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહ નડતર નિવારણ માટે જેઠ મહિનામાં આવતી અમાસ ઉત્તમ દિવસ મનાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહ નડતર નિવારણ માટે જેઠ મહિનામાં આવતી અમાસ ઉત્તમ દિવસ મનાય છે.

નવગ્રહ નડતર નિવારણ માટે ઉત્તમ દિવસઃ-
અગામી તા.9મીએ શુક્રવારે પંચાગ અનુસાર ઉદીત તિથિ જેઠ વદ અમાસ આવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર ગ્રહોના નડતર નિવારણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આવા શુભ દિવસે મહાદેવજી ઉપાસના, આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ ઉપરાંત બ્રાહ્મણને સફેદ વસ્તુઓનું દાન આપવું તથા બ્રહ્મ ભોજન કરાવાથી મનોકામના પૂર્ણ થાય તેવું દેવી ભાગવતમાં આલેખાયુ છે. નજીકની પવિત્ર નદીમાં સ્નાન કરીને પિતૃઓના નામે જળ અર્પણ કરવું તેનાથી સંતાનની સમસ્યાઓ હલ થાય છે. ગરીબ ગુરબાને વસ્ત્રદાન કરવું. જ્યારે પાપગ્રહમાંથી મુક્તિ મેળવવા તલ, અડદ, કાચું તેલ, રૂ, માચીસ, મરી મસાલાનું દાન જરૂરિયાતવાળાને અવશ્ય આપવું. સંધ્યા સમયે પીપળાના વૃક્ષની પાસે શુદ્ધ ધી અને કાચા તેલનો એમ બંને દિપક પ્રગટાવીને શુદ્ધ જળ સાથે દુધ, રેવડી, સાકર સાથે એકી સંખ્યામાં પ્રદક્ષિણાકરીને પોતાની મનોકામના માટે સહહ્રદય પૂર્વક પ્રાર્થના કરવી.

જ્યોતિષ ગ્રંથોમાં અમાસને શનિદેવ સાથે જ કેતુની જન્મ તિથિ પણ માનવામાં આવે છે. એટલે આ દિવસે પીપળાના ઝાડની પૂજાનું વિધાન છે
જ્યોતિષ ગ્રંથોમાં અમાસને શનિદેવ સાથે જ કેતુની જન્મ તિથિ પણ માનવામાં આવે છે. એટલે આ દિવસે પીપળાના ઝાડની પૂજાનું વિધાન છે

શનિ અને કેતુની જન્મ તિથિઃ-
જ્યોતિષ ગ્રંથોમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે એટલે આ તિથિમાં કરવામાં આવેલ કામનું ફળ મળતું નથી. અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદદારી અને વેચાણ તથા દરેક પ્રકારના માંગલિક કામ કરવામાં આવતા નથી. જોકે, આ તિથિમા પૂજાપાઠ અને સ્નાન-દાનનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષ ગ્રંથોમાં અમાસને શનિદેવ સાથે જ કેતુની જન્મ તિથિ પણ માનવામાં આવે છે. એટલે આ દિવસે પીપળાના ઝાડની પૂજાનું વિધાન છે.

આ પર્વમાં શું કરવુંઃ-
જેઠ મહિનાની અમાસના દિવસે તીર્થ કે કોઇ પવિત્ર નદીના જળથી સ્નાન કરવું જોઈએ. તે પછી શ્રાદ્ધ પ્રમાણે દાન કરવાનો સંકલ્પ લેવો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાનું વિશેષ મહત્ત્વ છે. અમાસના દિવસે ઝાડ-છોડ પણ વાવવામાં આવે છે. આવું કરવાથી અનેક પ્રકારના દોષ અને જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. સાથે જ આ પર્વમાં બ્રાહ્મણ ભોજન કરાવવાનું વિધાન છે. સાથે જ, ગાય, કૂતરા અને કાગડાને રોટલી ખવડાવવાથી પિતૃઓ ખુશ થાય છે.