• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Guru Vishwamitra Of Lord Shriram Installed A Statue Of Goddess In This Temple, Here The Right Toe Of Mother Sati Fell, Navratri 2021

પાવાગઢ શક્તિપીઠ:ભગવાન શ્રીરામના ગુરુ વિશ્વામિત્રએ આ મંદિરમાં દેવી પ્રતિમા સ્થાપિત કરી હતી, અહીં માતા સતીના જમણાં પગની આંગળી પડી હતી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાચીનકાળમાં આ દુર્ગમ પર્વત ઉપર ચઢવું લગભગ અસંભવ હતું. ચારેય બાજુ ખીણથી ઘરેયેલાં હોવાથી અહીં હવાનો પ્રવાહ પણ ખૂબ જ વધારે હોય છે, એટલે તેને પાવાગઢ કહેવામાં આવે છે. પાવાગઢ એટલે એવી જગ્યા જ્યાં પવનનો વાસ હંમેશાં એક જેવો જ રહે છે.

આ મંદિરનું મહત્ત્વ-
દેવી પુરાણ પ્રમાણે પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં શિવના અપમાનને સહન ન કરી શકવાના કારણે માતા સતીએ યોગ બળ દ્વારા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. સતીના મૃત્યુના વિયોગમાં શિવજી તેમના મૃત શરીરને લઇને તાંડવ નૃત્ય કરીને સંપૂર્ણ બ્રહ્માંડમાં ભટકી રહ્યાં હતાં. સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ ચક્રથી સતીના મૃત શરીરના ટુકડા કરી દીધાં. તે સમયે માતા સતીના અંગ, વસ્ત્ર તથા આભૂષણ જ્યાં પડ્યાં, ત્યાં શક્તિપીઠ બની ગયાં. પાવાગઢ ઉપર માતા સતીના જમણાં પગની આંગળી પડી હતી. અહીં દક્ષિણ મુખી કાળી દેવીની મૂર્તિ છે, જેમની દક્ષિણ રીતિ એટલે તાંત્રિક પૂજા કરવામાં આવે છે.

મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ-
પાવાગઢનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. આ મંદિર શ્રીરામના સમયનું છે. તેને શત્રુંજય મંદિર પણ કહેવામાં આવતું હતું. માન્યતા પ્રમાણે માતા કાળીની મૂર્તિ વિશ્વામિત્રએ જ સ્થાપિત કરી હતી. એક અન્ય માન્યતા પ્રમાણે ભગવાન રામ, તેમના દીકરા લવ અને કુશ સિવાય અનેક બૌદ્ધ ભિક્ષુણોએ અહીં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

રોપ-વેની સુવિધા-
પાવાગઢના પહાડ નીચે ચંપાનેર નગરી છે, જેને મહારાજ વનરાજ ચાવડાએ પોતાના બુદ્ધિમાન મંત્રીના નામથી વસાવ્યું હતું. પાવાગઢ પહાડની શરૂઆત પ્રાચીન ગુજરાતની રાજધાની ચંપાનેર સાથે થાય છે. અહીં 1,471 ફૂટની ઊંચાઈએ માટી હવેલી સ્થિત છે. મંદિર સુધી જવા માટે માચી હવેલીથી રોપવેની સુવિધા છે. અહીંથી પહપાળા મંદિર સુધી પહોંચવા માટે લગભગ 250 દાદરા ચઢવા પડે છે.

કેવી રીતે પહોંચવું?
- અહીંથી સૌથી નજીક અમદાવાદનું એરપોર્ટ છે, જેનું અંતર અહીંથી લગભગ 190 કિલોમીટર અને વડોદરાથી 50 કિલોમીટર છે.
- પાવાગઢ પહોંચાવ માટે નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે, જે દિલ્હી અને અમદાવાદ રેલ લાઇન સાથે જોડાયેલું છે. વડોદરા પહોંચ્યાં પછી પાવાગઢ માટે અનેક સાધનો મળી શકે છે.