• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Guru Rashi Parivartan (Transit In Capricorn) 2021; Rashifal Of Jupiter Transit (Astrological) Predictions For Makar, Sagittarius, Scorpio, Cancer, Gemini And Other Zodiac Signs

ગુરુનું રાશિ પરિવર્તન:મકર રાશિમાં ગુરુ-શનિ હોવાથી ધાર્મિક વિવાદ, લેન્ડસ્લાઇડ અને મોટી હસ્તીના નિધનની શક્યતા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુ-શનિના કારણે ધર્મ સ્થાન સાથે જોડાયેલી દુર્ઘટના અને શિક્ષણને લઈને વિવાદના યોગ છે, બીમારીઓનું સંક્રમણ વધવાની પણ સંભાવના

14 સપ્ટેમ્બર એટલે આજે ગુરુ રાશિ બદલી રહ્યો છે. આ ગ્રહ હવે કુંભ છોડીને મકર રાશિમાં આવી જશે. ખાસ વાત એ છે કે ગુરુ વક્રી ચાલ ચાલીને આગળ જવાની જગ્યાએ એક રાશિ પાછળ આવી રહ્યો છે. તે પછી 18 ઓક્ટોબરના રોજ મકર રાશિમાં માર્ગી એટલે સીધી ચાલ ચાલવા લાગશે. પછી 21 નવેમ્બરના રોજ મકર રાશિથી આગળ જઈને કુંભ રાશિમાં આવશે. તેની શુભ-અશુભ અસર દેશ-દુનિયા સાથે બારેય રાશિઓ ઉપર પડશે.

ધર્મ, જ્ઞાન અને શિક્ષણનો ગ્રહ-
જ્યોતિષમાં ગુરુને જ્ઞાન, શિક્ષા, ધન બુદ્ધિ અને ધાર્મિક કાર્યોનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિઓ ઉપર ગુરુ ગ્રહની કૃપા અને આશીર્વાદ રહે છે તે વ્યક્તિના ગુણોમાં સાત્વિક વિચારનો સંચાર થાય છે. ગુરુના કારણે ધાર્મિક મામલાઓ સાથે જોડાયેલાં ફેરફાર થાય છે. વક્રી ગુરુનો જ્યારે રાહુ સાથે દૃષ્ટિ સંબંધ સ્થાપિત થાય છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે.

ગુરુ-શનિના કારણે ધર્મ સ્થાન સાથે જોડાયેલી દુર્ઘટના અને શિક્ષણને લઈને વિવાદના યોગ છે, બીમારીઓનું સંક્રમણ વધવાની પણ સંભાવના
ગુરુ-શનિના કારણે ધર્મ સ્થાન સાથે જોડાયેલી દુર્ઘટના અને શિક્ષણને લઈને વિવાદના યોગ છે, બીમારીઓનું સંક્રમણ વધવાની પણ સંભાવના

આ પ્રકારે ગ્રહની સ્થિતિ રહેશે-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગુરુ વક્રી થઈને શનિની રાશિ એટલે મકરમાં રહેશે. અહીં પહેલાંથી જ શનિ પણ વક્રી છે. જેમાં ગુરુ અને શનિની યુતિ બની જશે. જેથી આ બંને ગ્રહો ઉપર હવે રાહુની સંપૂર્ણ દૃષ્ટિ રહેશે. ત્યાં જ, ઓક્ટોબરના છેલ્લાં દિવસોમાં આ ગ્રહો ઉપર મંગળની પણ દૃષ્ટિ રહેશે. ગ્રહોની આ સ્થિતિ દેશ-દુનિયા માટે યોગ્ય રહેશે નહીં.

ભારે વરસાદ અને દુર્ઘટનાની શક્યતા-
ગુરુની ચાલમાં ફેરફાર થવાથી દેશના થોડા ભાગમાં ભારે વરસાદ થવાના યોગ બની રહ્યા છે. અભ્યાસ વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓ અને માતા-પિતામાં અસંતોષની સ્થિતિ રહી શકે છે. ધાર્મિક વિવાદ વધી શકે છે. કોઈ ધર્મ સ્થાન સાથે જોડાયેલી દુર્ઘટના થવાની પણ શક્યતા છે. પહાડી વિસ્તારમાં લેન્ડસ્લાઇડ થવાની શક્યતા છે. સાથે જ કોઈ મોટા નેતાના નિધનના સમાચાર પણ મળી શકે છે.

ગુરુના વક્રી થઈને મકર રાશિમાં આવી જવાથી વૃષભ, કર્ક, કન્યા, ધન અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે
ગુરુના વક્રી થઈને મકર રાશિમાં આવી જવાથી વૃષભ, કર્ક, કન્યા, ધન અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે

5 રાશિઓ માટે શુભ-
ડો. મિશ્ર જણાવે છે કે ગુરુના વક્રી થઈને મકર રાશિમાં આવી જવાથી વૃષભ, કર્ક, કન્યા, ધન અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ પાંચ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં સફળતા મળવાના પણ યોગ બનશે. તેમના સ્વાસ્થ્યમાં પણ સુધાર આવશે. નવી યોજનાઓ બનશે અને તેના ઉપર કામ શરૂ થશે. કિસ્મતનો સાથ મળશે. ધનલાભ થવાના પણ યોગ બનશે. આ સિવાય અન્ય રાશિના લોકોએ મોટા નિર્ણયો સાવધાની સાથે લેવા પડશે. લેવડ-દેવડ અને રોકાણ સાવધાની સાથે કરો. જોખમી કાર્યો કરવાથી બચવું. સાથે જ સ્વાસ્થ્યને લગતી બેદરકારી ન કરો.

હાલ વક્રી, 18 સપ્ટેમ્બરના રોજ માર્ગી થશે-
ગુરુ ગ્રહની વક્રી ચાલને અશુભ ફળ આપનાર માનવામાં આવે છે. કેમ કે આ ગ્રહ આ અવસ્થામાં પીડિત માનવામાં આવે છે. ગુરુ 18 સપ્ટેમ્બરના રોજ માર્ગી થશે એટલે સીધી ચાલથી ચાલવા લાગશે. તે પછી 21 નવેમ્બરના રોજ ફરીથી રાશિ બદલીને કુંભ રાશિમાં જતો રહેશે. જેથી શનિ સાથે બનતી યુતિ દૂર થઈ જશે.

બૃહસ્પતિ દેવતાના મંત્ર, બીજ મંત્ર, બૃહસ્પતિ ગાયત્રી તથા બૃહસ્પતિ સ્ત્રોતનો પાઠ કરવાથી ગુરુની અશુભ અસર ઘટી જશે
બૃહસ્પતિ દેવતાના મંત્ર, બીજ મંત્ર, બૃહસ્પતિ ગાયત્રી તથા બૃહસ્પતિ સ્ત્રોતનો પાઠ કરવાથી ગુરુની અશુભ અસર ઘટી જશે

ગુરુ ગ્રહની પૂજન વિધિ-
દેવગુરુ બૃહસ્પતિની પૂજા હંમેશાં સુદ પક્ષમાં ગુરુવારે કરવી જોઈએ. આ સમયે ભાદરવા મહિનાનો સુદ પક્ષ ચાલી રહ્યો છે. એવામાં તેમની પૂજા અને વ્રત માટે આ શુભ સમય છે. ગુરુવારે પોતાના હાથમાં પીળા ફૂલ લઈને બૃહસ્પતિ દેવનું આવાહન કરો. સાથે જ બૃહસ્પતિ દેવતાના મંત્ર, બીજ મંત્ર, બૃહસ્પતિ ગાયત્રી તથા બૃહસ્પતિ સ્ત્રોતનો પાઠ કરો તેના દ્વારા ગુરુની અશુભ અસર ઘટી જશે.

ગુરુનું રાશિ પરિવર્તન જેના માટે અશુભ ફળદાયી હોય તેવા લોકો શાંતિ માટે ઉપાય કરી શકે છે. ડો. મિશ્ર જણાવે છે કે ચણાની દાળ, હળદર, કેળા, પીળા વસ્ત્ર, ધાર્મિક પુસ્તકનું દાન કરો. ભગવાન વિષ્ણુ અથવા કેળાની પૂજા અર્ચના કરો. કેળાની જડ કે પુખરાજ રત્ન ધારણ કરો. વડીલો, સાધુ-સંતો અને બ્રાહ્મણોનું સન્માન કરો. આ ઉપાયો દ્વારા રાશિની અશુભ અસરને ઘટાડી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...