• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Guru Purnima On July 13, 2022, Narada Purana Has Told The Importance Of This Festival, If You Cannot Go To The Guru On This Day,

13 જુલાઈએ ગુરુ પૂર્ણિમા:નારદ પુરાણમાં આ પર્વનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે, આ દિવસે ગુરુ પાસે જઈ શકો નહીં તો ઘરે જ ગુરુપૂજા કરવી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નારદ પુરાણ પ્રમાણે આત્મજ્ઞાન અને કર્તવ્ય જણાવતા ગુરુ પ્રત્યે આસ્થા પ્રકટ કરવાનું પર્વ ગુરુ પૂર્ણિમા છે

હિંદુ પંચાંગ પ્રમાણે, અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુપૂજા કરવાની પરંપરા છે. નારદપુરાણ પ્રમાણે આ પર્વ આત્મસ્વરૂપનું જ્ઞાન આપવા અને કર્તવ્ય જણાવતા ગુરુ પ્રત્યે પોતાની આસ્થા પ્રકટ કરવા માટે ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 13 જુલાઈ બુધવારના રોજ છે. ગુરુ પૂર્ણિમાએ માત્ર શિક્ષક જ નહીં, પરંતુ માતા-પિતા, મોટાં ભાઈ-બહેન કે કોઈ સન્માનનીય વ્યક્તિને ગુરુ માનીને તેની પણ પૂજા કરી શકાય છે. આ પર્વને અંધવિશ્વાસના આધારે નહીં, પરંતુ શ્રદ્ધા સાથે ઊજવવું જોઈએ.

વ્રત અને વિધાન
ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે જલદી સ્નાન કરીને પૂજા કર્યા પછી સારાં કપડાં પહેરીને ગુરુ પાસે જવું જોઈએ. ગુરુને ઊંચા આસન ઉપર બેસાડીને ફૂલની માળા પહેરાવવી જોઈએ. એ પછી કપડાં, ફળ અને ફૂલ ચઢાવીને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા આપવી જોઈએ. આ પ્રકારે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ગુરુના આશીર્વાદ મળે છે. ગુરુ પૂર્ણિમાએ વેદ વ્યાસજી દ્વારા લખવામાં આવેલા ગ્રંથને વાંચવો જોઈએ અને તેમના ઉપદેશોને અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.

ગુરુ પૂર્ણિમાએ વેદ વ્યાસજી દ્વારા લખવામાં આવેલા ગ્રંથને વાંચવો જોઈએ અને તેમના ઉપદેશોને અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.
ગુરુ પૂર્ણિમાએ વેદ વ્યાસજી દ્વારા લખવામાં આવેલા ગ્રંથને વાંચવો જોઈએ અને તેમના ઉપદેશોને અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.

ગુરુ પૂર્ણિમાની પૂજાવિધિ
સવારે જલદી જાગીને ઘરની સફાઈ કરો, એ પછી સ્નાન કરીને સાફ કપડાં પહેરો. પૂજા સ્થાને બાજોટ ઉપર સફેદ કપડું પાથરીને એના પર ચંદનથી 12 સીધી અને 12 આડી લાઈન કરીને વ્યાસપીઠ બનાવી લો. એ પછી ગુરુપૂજા માટે સંકલ્પ લેવો જોઈએ અને દસેય દિશામાં ચોખા રાખવા જોઈએ. પછી વ્યાસજી, બ્રહ્માજી, શુકદેવજી, ગોવિંદ સ્વામીજી અને શંકરાચાર્યજીનું નામ લઇને તેમને પ્રણામ કરો અને પૂજન સામગ્રીથી પૂજા કરો. એ પછી હવે તમારા ગુરુ અથવા તેમના ચિત્રની પૂજા કરીને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા આપવી જોઈએ. છેલ્લે, ગુરુ પૂજા પછી આરતી કરો અને પ્રસાદ વહેંચો.