ગુરુની આરાધનાનું પર્વ:ગુરુનો બોધપાઠ માનીને, જીવનમાં અનુશાસન જાળવી રાખવાથી, નકારાત્મક વિચાર દૂર થશે અને શાંતિ મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 13 જુલાઈના રોજ અષાઢ મહિનાની પૂનમ છે. જેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ ગુરુની આરાધનાનું પર્વ છે. આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ, તેમને ભેટ આપવી જોઈએ. ગુરુની વાતોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગુરુની શિક્ષા કઈ રીતે આપણી મદદ કરી શકે છે, તે અહીં જણાવવામાં આવી રહ્યું છે....

પ્રાચીન સમયમાં એક સંત હતાં, તેમનું નામ નારાયણ દેવાચાર્ય હતું. તેઓ પોતાના ગુરુની વાતો ઉપર ખૂબ જ વિશ્વાસ રાખતા હતાં અને એટલે પોતાના ઉપદેશોમાં હંમેશાં કહેતા હતાં કે આપણાં બધા માટે ગુરુનું હોવું ખૂબ જ જરૂરી છે. જો ગુરુની વાત જીવનમાં ઉતારી લેવામાં આવે તો મન ક્યારેય અશાંત થતું નથી.

એકવાર દેવાચાર્યજી યાત્રાએ હતાં. તેઓ કોઈ વનમાંથી પસાર થઈ રહ્યા હતાં, તેમની સાથે થોડા શિષ્ય પણ હતાં. રસ્તામાં તેમની સામે એક સિંહ આવી ગયો. દેવાચાર્યજી સાથેના લોકો તો પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગવા લાગ્યાં, પરંતુ દેવાચાર્યજી ત્યાંથી ભાગી શક્યા નહીં. તેઓ નિડર થઈને ઊભા રહ્યાં.

સંત દેવાચાર્યએ જોયું કે સિંહના પગમાં તીર વાગ્યું છે. જેવો સિંહ સંત પાસે આવ્યો ત્યારે તે ત્યાં રોકાઇ ગયો. સંતે સિંહના માથા ઉપર હાથ ફેરવ્યો અને તેમના પગમાંથી તીર કાઢીને ફેંકી દીધું. તે પછી સિંહ તેમને નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી જતો રહ્યો.

દૂર ઊભા લોકો આ ઘટના જોઈ રહ્યા હતાં. સિંહના જતા રહ્યા પછી બધા લોકો દેવાચાર્યજી પાસે આવ્યાં અને પૂછવા લાગ્યા કે સિંહે તેમને નુકસાન કેમ પહોંચાડ્યું નહીં?

દેવાચાર્યએ કહ્યું કે જ્યારે આપણે ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ અને ગુરુના આપેલાં મંત્રનું ધ્યાન કરીએ છીએ તો આપણી આસપાસ પોઝિટિવ ઓરા બની જાય છે. આ ઓરાના પ્રભાવમાં આવતા જ લોકો શાંત થઈ જાય છે.

સંતજીએ બધાને બોધપાઠ આપ્યો કે આપણે ગુરુની વાતોનો જીવનમાં ઉતારી લેવી જોઈએ અને ગુરુએ જણાવેલાં નિયમોનું પાલન કરવું જોઈએ. અનુશાસનમાં રહેવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખશો તો આપણું મન શાંત થશે, આપણી આસપાસ પોઝિટિવ ઊર્જા રહેશે. આપણી આસપાસ જે લોકો આવશે, તેઓ આપણાંથી પ્રભાવિત થશે અને આપણી સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર કરશે.

અન્ય સમાચારો પણ છે...