13 જુલાઈએ ગુરુ પૂર્ણિમા:અષાઢ પૂર્ણિમાએ રૂચક અને હંસ નામનો શુભ યોગ રહેશે, આ દિવસે ગુરુની પૂજા કરીને તેમને ભેટ આપવાની પરંપરા છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 13 જુલાઈએ અષાઢ મહિનાની છેલ્લી તિથિ પૂનમ છે. જેને ગુરુ પૂર્ણિમા અને વાયુ ધારણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવી અને તેમને ભેટ આપવાની પરંપરા છે. દ્વાપર યુગમાં આ તિથિએ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. આ કારણે આ તિથિને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે.

જ્યોતિષાચાર્ય પં. નિલેશ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 13 જુલાઈએ સવારે સૂર્ય ઉદય પહેલાં લગભગ 4 વાગ્યાથી પૂર્ણિમા તિથિ શરૂ થઈ જશે. અને આ જ તારીખે મધ્ય રાત્રિ સુધી આ તિથિ રહેશે. આ દિવસે ચંદ્ર ધન રાશિમાં અને સૂર્ય મિથુન રાશિમાં રહેશે.

ગુરુ પૂર્ણિમાએ ભદ્રા રહેશે નહીં
અષાઢ પૂર્ણિમાએ ભદ્રાનો વાસ પાતાળમાં રહેશે. આ કારણે આખો દિવસ ભદ્રાનો દોષ રહેશે નહીં. જો ભદ્રાનો વાસ મૃત્યુ લોકમાં રહે છે તો શુભ કામ કરી શકાતા નથી. ગુરુ પૂર્ણિમાએ સૂર્ય ઉદય પછી પોતાના ગુરુનું પૂજન કરી શકાય છે. આ દિવસે બપોરે 12.32 થી 2.15 વાગ્યા સુધી રાહુકાળ રહેશે. આ સમયે શુભ કામ કરવાથી બચવું જોઈએ.

ગુરુ પૂર્ણિમાએ અનેક શુભ યોગ બની રહ્યા છે
ગુરુ પૂર્ણિમાએ અનેક શુભ યોગ બની રહ્યા છે

ગુરુ પૂર્ણિમાએ આ શુભ યોગ બની રહ્યો છે
ગુરુ પૂર્ણિમાએ અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે રૂચક, ભદ્ર યોગ અને હંસ યોગ બની રહ્યો છે. આ બધા રાજયોગ સમાન જ છે. આ યોગમાં કરવામાં આવતી પૂજાનું શુભ ફળ જલ્દી મળી શકે છે. સાથે જ શ્રી વત્સ નામનો શુભ યોગ રાતે 11 વાગ્યા સુધી રહેશે.

ગુરુ પૂર્ણિમાના શુભ ચોઘડિયા

  • લાભ અને અમૃત- સવારે 5.41 થી સવારે 9.10 વાગ્યા સુધી
  • શુભ- સવારે 10.50 થી બપોરે 12.30 વાગ્યા સુધી
  • ચંચલ અને લાભ- સવારે 3.58 વાગ્યાથી સાંજે 7.23 વાગ્યા સુધી

ગુરુ પૂર્ણિમાએ આ શુભ કામ કરી શકો છો
પૂર્ણિમાએ પોતાના આરાધ્યદેવની ખાસ પૂજા કરો. શિવલિંગ ઉપર જળ ચઢાવો અને દીવો પ્રગટાવીને આરતી કરો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શ્રીકૃષ્ણના મંત્ર કૃં કૃષ્ણાય નમઃ, વિષ્ણુજીના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય, ગણેશજીના મંત્ર શ્રી ગણેશાય નમઃ, હનુમાનજીના મંત્ર ૐ રામદૂતાય નમઃ, મંત્રનો જાપ કરી શકો છો. પોતાના ગુરુનું પૂજન કરો અને કોઈ ભેટ આપો.