ઉત્સવ:ગુરુ વિના જ્ઞાન મળી શકતું નથી, એટલે જ શ્રીરામ, શ્રીકૃષ્ણ અને હનુમાનજીએ પણ ગુરુ બનાવ્યાં હતાં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાનજીએ સૂર્ય સાથે ચાલીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું

ગુરુ પૂજાનો મહાપર્વ ગુરુ પૂર્ણિમા આજે છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાએ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. ગુરુનું મહત્ત્વ ભગવાનથી પણ ઊંચુ માનવામાં આવે છે. એટલે દેવતાઓએ પણ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. શ્રીરામે ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, શ્રીકૃષ્ણના ગુરુ સાંદીપનિ હતાં. હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનવ્યાં હતાં.

હનુમાનજીએ આ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું
હનુમાનજી જ્યારે શિક્ષા ગ્રહણ કરવા યોગ્ય થયાં ત્યારે તેમના માતા-પિતા અંજની અને કેસરીએ તેમને સૂર્યદેવ પાસે મોકલ્યાં. માતા-પિતાએ હનુમાનજીને સમજાવ્યાં કે તેઓ સૂર્યદેવને ગુરુ બનાવે અને તેમની પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કરે. માતા-પિતાની આજ્ઞા માનીને હનુમાનજી સૂર્યદેવ પાસે પહોંચ્યાં. હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનવા માટે પ્રાર્થના કરી. ત્યારે સૂર્યએ કહ્યું કે, હું તો એક ક્ષણ પણ ઊભો રહી શકું નહીં અને રથ પરથી ઉતરી પણ શકું નહીં. આવી સ્થિતિમાં હું તને શાસ્ત્રોનું જ્ઞાન કઇ રીતે આપી શકું? સૂર્યદેવની વાત સાંભળીને હનુમાનજીએ કહ્યું કે, તમે તમારી ગતિ અટકાવ્યાં વિના મને શિક્ષા આપો. હું તમારી સાથે ચાલીને જ જ્ઞાન ગ્રહણ કરીશ. સૂર્યદેવ આ વાત માટે તૈયાર થઇ ગયાં. સૂર્યદેવ વેદ આદિ શાસ્ત્રોનું રહસ્ય બોલતાં જતાં અને હનુમાનજી શાંત ભાવથી તે ગ્રહણ કરતાં હતાં. આ પ્રકારે સૂર્યની કૃપાથી હનુમાનજીને શિક્ષા પ્રાપ્ત થઇ.

ગુરુ પૂર્ણિમાના દિવસે આ રીતે ગુરુ પૂજા કરો

  • ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને ફૂલનો હાર અર્પણ કરો. ગુરુની સેવા કરો. પોતાની શક્તિ પ્રમાણે ધન, નવા વસ્ત્ર, શોલ-શ્રીફળનું દાન કરો. ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરો.
  • શિવલિંગ ઉપર દૂધ ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવલિંગ ઉપર બીલીપાન અને ફૂલ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
  • હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે ઇચ્છો તો ઓમ રામદૂતાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો.
  • ગુરુ પૂર્ણિમાએ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
  • કોઈ ગૌશાળામાં ધન અને લીલા ઘાસનું દાન કરો
અન્ય સમાચારો પણ છે...