તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Gupt Navratri This Time 8 Days Navratri; One Can Worship Tripura Sundari And Kamala On Panchami, Goddess Tara And Kali On Saptami.

ગુપ્ત નવરાત્રિ:આ વખતે 8 દિવસનાં નોરતાં, પાંચમ તિથિએ ત્રિપુર સુંદરી અને કમલા, સાતમે દેવી તારા અને કાલીની પૂજા કરી શકો છો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અષાઢ અને મહા મહિનાના સુદ પક્ષમાં દેવી દુર્ગાની ગુપ્ત રૂપથી આરાધના થાય છે એટલે તેને ગુપ્ત નોરતાં કહેવાય છે

અષાઢ મહિનાના ગુપ્ત નોરતાં 11 થી 18 જુલાઈ સુધી રહેશે. પંચાંગ ભેદ હોવાથી તે 9 દિવસની જગ્યાએ 8 દિવસના જ રહેશે. આ દિવસોમાં દસ મહાવિદ્યાઓની પૂજા-સાધના થાય છે. જેનાં નામ કાલી, તારા દેવી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, માતા ધૂમાવતી, માતા બગલામુખી, માતંગી અને દેવી કમલા છે. બદલાતા વાતાવરણમાં નવરાત્રિ હોવાથી આ દિવસોમાં કરવામાં આવતા વ્રત-ઉપવાસથી બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે.

ગુપ્ત નોરતાં શા માટે કહેવામાં આવે છેઃ-
ચૈત્ર અને શારદીય નોરતાંથી વધારે મુશ્કેલ સાધના ગુપ્ત નોરતામાં હોય છે. આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાની આરાધના ગુપ્ત રૂપથી કરવામાં આવે છે એટલે તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસોમાં માનસિક પૂજાનું મહત્ત્વ વધારે રહે છે. મંત્રનો જાપ અને દુર્ગા સપ્તશતીનો પાઠ પણ ગુપ્ત હોય છે. ગુપ્ત નવરાત્રિમાં મોટાભાગે તંત્ર-મંત્રને લગતી ઉપાસના કરવામાં આવે છે. દસ મહાવિદ્યાઓની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન અને સાવધાની સાથે કરવી જોઈએ. તેના માટે કોઈ યોગ્ય બ્રાહ્મણના માર્ગદર્શનમાં પૂજા અને સાધના કરવી જોઈએ.

આ વખતે તિથિ ક્ષય હોવાના કારણે નવરાત્રિ 9ની જગ્યાએ 8 દિવસની જ રહેશે. આ 8 દિવસોમાં દસ મહાવિદ્યાઓની પૂજા માટે એક દિવસમાં 2 દેવીઓની પૂજા કરી શકો છો
આ વખતે તિથિ ક્ષય હોવાના કારણે નવરાત્રિ 9ની જગ્યાએ 8 દિવસની જ રહેશે. આ 8 દિવસોમાં દસ મહાવિદ્યાઓની પૂજા માટે એક દિવસમાં 2 દેવીઓની પૂજા કરી શકો છો

ગુપ્ત નોરતાંમાં કઈ વાતોનું ધ્યાન રાખોઃ-
જે ભક્ત ગુપ્ત નવરાત્રિમાં દેવી માતાની પૂજા કરે છે, તેમણે બ્રહ્મચર્યનું પાલન ખાસ કરવું જોઈએ. ઘરમાં સાફ-સફાઈનું ધ્યાન રાખો. તામસિક ભોજન ન કરો, ફળાહાર કરો. ખોટા વિચારો અને કાર્યોથી બચવું. ઘરમાં ક્લેશ ન કરો.

8 દિવસોમાં દસ મહાવિદ્યાઓની પૂજાઃ-
આ વખતે તિથિ ક્ષય હોવાના કારણે નવરાત્રિ 9ની જગ્યાએ 8 દિવસની જ રહેશે. આ 8 દિવસોમાં દસ મહાવિદ્યાઓની પૂજા માટે એક દિવસમાં 2 દેવીઓની પૂજા કરી શકો છો. પરંતુ તેમાં ત્રિપુર સુંદરી અને દેવી કમલાની પૂજા પાંચમ તિથિએ અને સાતમ તિથિએ દેવી તારા અને કાલીની પૂજા એકસાથે કરી શકો છો. ત્યાં જ, દરરોજ એક-એક દેવીઓની પૂજા-અર્ચના કરવાથી આ 8 દિવસોમાં દસ મહાવિદ્યાઓની પૂજા થઈ શકે છે.