તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુપ્ત નોરતા 11 થી 18 જુલાઈ સુધી:3 શુભયોગમાં ઘટસ્થાપના કરવાથી સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને વરસાદના યોગ બની રહ્યા છે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ વખતે ગુપ્ત નવરાત્રિ 8 દિવસ રહેશે, તેમાં દસ મહાવિદ્યાની આરાધના કરવાથી પરેશાનીઓ દૂર થાય છે

અષાઢ સુદ પક્ષની એકમ તિથિમાં 11 જુલાઈએ ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ગુપ્ત નોરતાની શરૂઆત રવિપુષ્ય, અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગમાં થઈ છે. નોરતા આ વખતે 8 દિવસના રહેશે અને તેનું સમાપન 18 જુલાઈના રોજ રવિયોગ અને વણજોયા મુહૂર્ત ભડલી નોમના દિવસે થશે. માતા દુર્ગાની આરાધના કરવાથી સાધકોને સ્વાસ્થ્ય લાભ થવાની સાથે જ સારો વરસાદ થવાના યોગ બની રહ્યા છે. આ વખતે નવરાત્રિમાં પુષ્ય નક્ષત્ર સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. કેમ કે નવરાત્રિની શરૂઆત જ્યાં પુષ્ય નક્ષત્રમાં થશે, ત્યાં 18 જુલાઈએ રવિયોગમાં નવરાત્રિનું સમાપન થશે.

સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિના યોગથી વરસાદ થશેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. મિશ્રએ જણાવ્યું કે ગુપ્ત નોરતાના પહેલાં દિવસે 11 જુલાઈએ સૂર્યોદયથી જ સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર પણ છે. સાથે જ નોરતાના દિવસોમાં સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિથી શુભ યોગ બન્યો હતો. જેથી આ દિવસે સારો વરસાદ પણ થયો. સાધક ગુપ્ત નોરતામાં દસ મહાવિદ્યાઓની પૂજા કરશે.

નોરતાના દિવસોમાં સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિથી શુભ યોગ બન્યો હતો. જેથી આ દિવસે સારો વરસાદ પણ થયો. સાધક ગુપ્ત નોરતામાં દસ મહાવિદ્યાઓની પૂજા કરશે
નોરતાના દિવસોમાં સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિથી શુભ યોગ બન્યો હતો. જેથી આ દિવસે સારો વરસાદ પણ થયો. સાધક ગુપ્ત નોરતામાં દસ મહાવિદ્યાઓની પૂજા કરશે

ગુપ્ત નવરાત્રિમા દસ મહાવિદ્યાઓની આરાધનાઃ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે મોટાભાગે નવરાત્રિને આપણે બે ચરણમાં જ માનીએ છીએ અને પૂજીએ છીએ. એક ચૈત્ર અને બીજી આસો. પરંતુ બે નોરતા અષાઢ અને મહા મહિનામાં પણ આવે છે. અષાઢ મહિનાના ગુપ્ત નોરતા 11 જુલાઈથી શરૂ થઈ ગયા છે. નવરાત્રિમાં જ્યાં ભગવતીના નવ સ્વરૂપોની આરાધના થાય છે, ત્યાં ગુપ્ત નોરતામાં દેવીની દસ મહાવિદ્યાઓની આરાધના થાય છે. ગુપ્ત નવરાત્રિની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે અને સાધકો માટે તે વિશેષ ફળદાયક છે.

નવરાત્રિ અને ગુપ્ત નોરતાની આ દેવીઓ છેઃ-
નવ દુર્ગાઃ
શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી

10 મહાવિદ્યાઃ કાળી, તારા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા.

10 મહાવિદ્યાઓ અને તેમની પૂજાનું ફળઃ-

 • કાળી (બધા જ વિઘ્નોથી મુક્તિ)
 • તારા (આર્થિક ઉન્નતિ)
 • ત્રિપુર સુંદરી (સૌંદર્ય અને એશ્વર્ય)
 • ભુવનેશ્વરી (સુખ અને શાંતિ)
 • છિન્નમસ્તા(વૈભવ, દુશ્મન ઉપર વિજય, સંમોહન)
 • ત્રિપુર ભૈરવી (સુખ-વૈભવ, વિપત્તિઓને હરનારી)
 • ધૂમાવતી (દરિદ્રતા વિનાશિની)
 • બગલામુખી (વાદ-વિવાદમાં વિજય, દુશ્મન ઉપર વિજય)
 • માતંગી (જ્ઞાન, વિજ્ઞાન, સિદ્ધિ, સાધના)
 • કમલા(પરમ વૈભવ અને ધન)