શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:સ્તંભેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ; આ મંદિર દિવસમાં બેવાર સમુદ્રમાં ડૂબી જાય છે, કાર્તિકેય સ્વામીજીએ સ્થાપના કરી હતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • અહીં કાર્તિકેય સ્વામીજીએ શિવલિંગની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી પોતે કરેલા વધનું પ્રાયશ્ચિત કર્યુ હતું

શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં દર્શન અને પૂજન કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે. આ માન્યતાના કારણે શિવજીના પ્રાચીન મંદિરોમાં ભક્તોની ભીડ લાગે છે. ગુજરાતમાં વડોદરાથી લગભગ 85 કિમી દૂર કાવી-કંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે. માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. આ મંદિર દિવસમાં બેવાર સમુદ્રમાં ડૂબી જાય છે.

સમુદ્રમાં આવનાર ભરતીના કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને થોડા સમય પછી ફરીથી જોવા મળે છે. ગુજરાતના જંબૂસર ખાતે આવેલ આ મંદિર શિવજી ભક્તો સાથે અન્ય પ્રવાસીઓ પણ આ ચમત્કાર જોવા માટે દરરોજ અહીં આવે છે.

ભક્ત મંદિરમાં શિવલિંગના દર્શન મત્ર ત્યારે જ કરી શકે છે, જ્યારે દરિયાના પાણીનું સ્તર ઓછું હોય. ભરતીના સમયે શિવલિંગ સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. તે સમયે મંદિર સુધી કોઈ જઈ શકતું નથી. આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ ઉપર બનેલું છે.

અહીં કાર્તિકેય સ્વામીજીએ શિવલિંગની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી પોતે કરેલા વધનું પ્રાયશ્ચિત કર્યુ હતું
અહીં કાર્તિકેય સ્વામીજીએ શિવલિંગની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી પોતે કરેલા વધનું પ્રાયશ્ચિત કર્યુ હતું

આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં કરવામાં આવ્યો છેઃ-
આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં મળી આવે છે. આ મંદિરમાં લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂલ પહોળું શિવલિંગ સ્થાપિત છે. મંદિરની આસપાસ અરબ સાગરનું દૃશ્ય ખૂબ જ મનમોહક જોવા મળે છે. અહીં આવનાર ભક્તોએ ભરતીના સમેય ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.

કાર્તિકેય સ્વામીજીએ મંદિરની સ્થાપના કરી હતીઃ-
માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીજીએ સ્વયં કરી હતી. આ અંગે કથા પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં દેવી સતીએ દક્ષના યજ્ઞ કુંડમાં કૂદીને પ્રાણ ત્યાગી દીધા હતાં. આ કારણે શિવજી વિયોગમાં હતાં. તે સમયે તારકાસુરને વરદાન મળ્યું હતું કે તેની મૃત્યુ શિવજીના પુત્રના હાથે જ થશે.

વરદાન મળ્યાં પછી તારકાસુરનો આતંક વધી ગયો હતો. ત્યારે દેવતાઓ અને ઋષિ-મુનિઓએ શિવજીને પ્રાર્થના કરી હતી કે તેઓ દેવી પાર્વતી સાથે લગ્ન કરી લે. દેવી પાર્વતીએ પણ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું. તપથી પ્રસન્ન થઈને શિવજીએ દેવી પાર્વતી સાથે લગ્ન કરી લીધા અને જ્યારે કાર્તિકેય સ્વામીનો જન્મ થયો ત્યારે કાર્તિકેયજીએ તારકાસુરનો વધ કરી દીધો હતો. પછી જ્યારે કાર્તિકેયને જાણ થઈ કે તારકાસુર શિવ ભક્ત હતા ત્યારે તેમને ખૂબ જ પછતાવો થયો. ત્યારે ભગવાન વિષ્ણુએ કાર્તિકેય સ્વામીને કહ્યું હતુ કે તે સ્થળ જ્યાં તારકાસુરનો વધ કર્યો છે, ત્યાં શિવ મંદિરની સ્થાપના કરવી જોઈએ, તેથી તમારા મનને શાંતિ મળી શકે. વિષ્ણુજીની વાત માનીને કાર્તિકેય સ્વામીએ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી.

આ સ્થળે 7 નદીઓનું સંગમ સ્થાન છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનનો અભિષેક કરવા આવે છે
આ સ્થળે 7 નદીઓનું સંગમ સ્થાન છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનનો અભિષેક કરવા આવે છે

સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતુંઃ-
આ તીર્થને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું અને છેલ્લી કેટલીક સદીઓથી જ આ શિવલિંગ ભક્તોને દર્શન આપી રહ્યું છે. આ સ્થળે 7 નદીઓનું સંગમ સ્થાન છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનનો અભિષેક કરવા આવે છે. 24 કલાકમાં બે વખત આ શિવલિંગ તથા મંદિર દરિયામાં સમાઈ જાય છે. દરિયાલાલ જયારે ભગવાનને અભિષેક કરવા સુસવાટ ભેર આગળ ધપે છે ત્યારે વાતાવરણ અલૌકિક બની જાય છે અને શ્રદ્ધાળુઓ શિવધુનમાં લિન બની જાય છે.

ભગવાનના દર્શન માત્ર 5 કે 6 કલાક જ થઇ શકે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થાન આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે. અહીં રોજેરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ભગવાન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. માત્ર ગુજરાત જ નહિ અન્ય રાજ્યોમાંથી પણ ભગવાનના દર્શને શ્રદ્ધાળુઓ આવે છે. હાલ કોરોનાનો કહેર ઓછો થતા સમગ્ર રાજ્યમાં તીર્થસ્થાનો પુનઃ ભક્તોની ભીડથી ઉભરાય રહ્યા છે ત્યારે કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મદિરે પણ સરકારની ગાઈડલાઇન્સ અનુસાર ભક્તોનું ઘોડા પુર ઉમટી રહ્યું છે.

કેવી રીતે પહોંચવુંઃ-
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના વડોદરાથી લગભગ 40 કી.મી. દુર જંબુસર તાલુકામાં આવેલું છે. કાવી કંબોઈ ગુજરાતના વડોદરાથી લગભગ 75 કી.મી. દુર છે. કાવી કંબોઈ વડોદરા, ભરૂચ અને ભાવનગર જેવા સ્થળોથી રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. વડોદરાથી તમે સ્તંભેશ્વર મહાદેવ મંદિર જવા માટે પ્રાઈવેટ ટેક્સી કે પછી અન્ય વાહન કે સાધન લઇ શકો છો. તે ઉપરાંત અહિયાં પહોંચવા માટે રોડ, રેલવે કે પછી વિમાન દ્વારા પણ સરળતાથી પહોંચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...