- Gujarati News
- Dharm darshan
- Dharm
- Gujarati Surya Dev, Yamaraja, Yamuna And Shani Dev; Shani Dev Facts, Makar Sankranti 2023, Unknown Facts About Surya Dev And Makar Sankranti
14મીએ મકર સંક્રાંતિ:યમરાજ, યમુના અને શનિદેવ સૂર્યના બાળકો છે, શનિ પોતાના પિતાને જ દુશ્મન માને છે, સૂર્યના સાત ઘોડા સાત દિવસનું પ્રતીક છે
- સૂર્ય ગ્રહના દોષ દૂર કરવા માટે મકર સંક્રાંતિએ ગોળનું દાન કરો અને સૂર્ય મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો
શનિવાર, 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ છે અને સૂર્ય પણ ઉત્તરાયણ થઇ રહ્યો છે. આ સૂર્ય પૂજાનું મહાપર્વ છે. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. વિજ્ઞાનની માન્યતા છે કે બધા નવ ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. સૂર્યના કારણે જ પૃથ્વી ઉપર જીવન સંભવ છે. ગ્રંથોમાં શિવજી, ગણેશજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્ય આ પંચદેવ ઉલ્લેખવામાં આવે છે. આ પાંચની પૂજા રોજ કરવાની પરંપરા છે. સૂર્ય એક માત્ર સાક્ષાત જોવા મળતાં દેવતા છે.
જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકર સંક્રાંતિ ઊજવવામાં આવે છે. આ સમય બે ઋતુઓનો સંધિકાળ છે. જેના કારણે આ દિવસોમાં સિઝનલ બીમારીઓનો પ્રકોપ વધી જાય છે. મકર સંક્રાંતિથી ખાન-પાનમાં ફેરફાર આવી જાય છે. આ સમયે તલ-ગોળનું સેવન કરવાથી સિઝનલ બીમારીઓ સામે લડવાની શક્તિ શરીરને મળે છે.
જાણો સૂર્ય ગ્રહ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો...
સૂર્ય સાત ઘોડાના રથ ઉપર સવાર રહે છે. તેઓ ક્યારેય અટકતા નથી
- સૂર્યદેવના લગ્ન સંજ્ઞા નામની દેવી કન્યા સાથે થયાં હતાં. યમરાજ અને યમુના તેમના બાળકો છે. સંજ્ઞા સૂર્યનું તેજ સહન ન કરી શકતી નહોતી, ત્યારે તેમણે પોતાના પડછાયાને સૂર્યદેવની સેવામાં લગાવી દીધો. શનિદેવ સૂર્ય અને છાયાના બાળકો છે. છાયાનું બાળક હોવાના કારણે શનિનો રંગ કાળો છે.
- જ્યોતિષની માન્યતા છે કે શનિ પોતાના પિતા સૂર્ય સાથે દુશ્મનીનો ભાવ રાખે છે. પરંતુ, સૂર્ય શનિ સાથે સમભાવ રાખે છે એટલે સૂર્ય શનિને દુશ્મન માનતા નથી.
- સૂર્ય સાત ઘોડાના રથ ઉપર સવાર રહે છે. તેઓ ક્યારેય અટકતા નથી. રથના 7 ઘોડા સપ્તાહના 7 દિવસનું પ્રતીક છે. ગરૂડદેવના ભાઈ અરૂણ સૂર્યના સારથી છે.
- સૂર્યની પૂજામાં ૐ સૂર્યાય નમઃ, ૐ આદિત્યાય નમઃ, ૐ દિનકરાય નમઃ વગેરે મંત્રનો જાપ કરવામાં આવે છે. પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ એક મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ. ગાયત્રી મંત્રનો જાપ કરીને પણ સૂર્યની પૂજા કરી શકાય છે.
- ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં સુગ્રીવનો જન્મ સૂર્યદેવના અંશ સાથે થયો હતો. દ્વાપર યુગમાં સૂર્યદેવે કુંતીને એક પુત્ર આપ્યો હતો, જેને કર્ણના નામે ઓળખવામાં આવે છે. હનુમાનજીએ સૂર્યને પોતાના ગુરુ બનાવ્યાં હતાં. સૂર્ય પાસેથી જ તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.