તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Graha Gochar 2021 Planetary Positions: Surya Graha In Rohini Nakshatra On May 25, Sun Transit Impact On Zodiac Signs (Rashi)

સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ:8 જૂન સુધી આ 5 રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે, અશુભ પ્રભાવથી બચવા આ ઉપાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી વાતાવરણમાં ફેરફાર થશે
  • કર્ક, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે
  • આ નક્ષત્ર પરિવર્તનથી વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો પર અશુભ પ્રભાવ થશે

મંગળવાર એટલે કે 25મેથી સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તેનાથી વાતાવરણમાં ફેરફાર સર્જાય છે. ગરમી વધે છે. તો 12 રાશિઓ પર તેની શુભ-અશુભ અસર થશે. સૂર્યને લીધે કેટલાક લોકોના વ્યવહારમાં આક્રામકતા આવી શકે છે. કેટલાક લોકોના કામમાં બાધા પહોંચી શકે છે. કેટલાક લોકોનાં સ્વાસ્થ્ય પર પણ તેની અસર જોવા મળશે. 8 જૂન સુધી 12માંથી 5 રાશિઓ માટે સમય સારો રહેશે નહિ. આ સિવાય અન્ય 7 રાશિઓ માટે સમય ફાયદાકારક સાબિત થશે.

વાતાવરણ બદલાશે, બીમારીઓ ઓછી થશે
પૂરીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રના જણાવ્યાનુસાર, રોહિણી નક્ષત્રમાં સૂર્ય આવવા પર દેશના અનેક ભાગોમાં અચાનક વાતાવરણ બદલાઈ જશે. ગરમી વધશે તો કેટલાક સ્થળે ઠંડક પ્રસરી જશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તન કરવાથી દેશની અર્થવ્યવસ્થામાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળશે.

પ્રશાસન સંબંધિત નિર્ણયો આ દિવસોમાં થઈ શકે છે. દેશમાં મોટા પદ પર બેસેલા વ્યક્તિઓના કામકાજમાં ફેરફાર થઈ શકે છે. નવી જવાબદારી અથવા નવું કામ શરૂ થઈ શકે છે. આત્મબળ વધશે. બીમારીઓ ઓછી થશે. સકારાત્મક પ્રશાસનિક ફેરફાર થવાની સંભાવના છે.

આ 5 રાશિના જાતકોએ સાવચેતી રાખવી

ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે, સૂર્યના નક્ષત્રમાં ફેરફાર થવાથી કર્ક, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે સારો સમય રહેશે. તો મેષ, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે. આ રાશિના જાતકો વિવાદમાં સંપડાઈ શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી પણ આવી શકે છે.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું?
રોહિણી નક્ષત્રના સ્વામી બ્રહ્મા છે અને આ ચંદ્રમાનું પ્રિય નક્ષત્ર છે. તેથી સૂર્યના આ નક્ષત્રમાં આવવાથી અશુભ પ્રભાવથી બચવા પીપળ અને મદારને જળ અર્પણ કરવું. સૂર્યોદય પહેલાં ઉઠી સર્યને પ્રણામ કરો. તાંબાના વાસણમાં સૂર્યદેવને જળ ચઢાવો. આ જળમાં લાલ ચંદન ઉમેરવું. સૂર્યને લાલ ફૂલ ચઢાવવા. જાસૂદનું ફૂલ ચઢાવવાથી સૂર્ય સંબંધિત દોષ નાશ પામે છે.

વરસાદ થવાના યોગ
આ વર્ષ સંવત્સરના રાજા મંગળ છે અને રોહિણીનો નિવાસ સમુદ્રમા છે. જેથી વરસાદ તો સમયે આવી જશે પરંતુ કોઈ જગ્યાએ ઓછો તો કોઈ જગ્યાએ વધારે વરસાદ થઈ શકે છે. આ વખતે દેશના રણ અને પર્વત વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદના કારણે અનાજ અને પાક વધારે સારો રહેશે. પાક, દૂધ અને પેય પદાર્થોમા તેજી રહેશે. જવ, ઘઉં, રાઈ, ચણા, બાજરો, મગનો પાક સારો રહેશે.