તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રવિવાર, 15 નવેમ્બર એટલે આજે આસો મહિનાના વદ પક્ષની અમાસ તિથિ 10.36 સુધી રહેશે. ત્યાર બાદ કારતક મહિનાના સુદ પક્ષની એકમ તિથિ શરૂ થઇ જશે. જેથી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ આજે કરવાના રહેશે. ગોવર્ધન પર્વતને ગિરીરાજજી પણ કહેવામાં આવે છે. ગોવર્ધન પર્વતની કથા શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. શ્રીકૃષ્ણએ આ પર્વતની પૂજા કરવાની પરંપરા શરૂ કરી હતી. આ પર્વત ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે સ્થિત છે. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અવતાર સમયે ભગવાને બાળ સ્વરૂપમાં અનેક લીલાઓ કરી હતી.
શ્રીકૃષ્ણએ ઇન્દ્રનો ઘમંડ તોડ્યો હતોઃ-
દ્વાપર યુગમાં વૃંદાવન, ગોકુળ અને આસપાસના ક્ષેત્રના લોકો દેવરાજ ઇન્દ્રની પૂજા કરતાં હતાં. બધાનું માનવું હતું કે, ઇન્દ્રની કૃપાથી જ સારો વરસાદ થાય છે અને અહીંના લોકોનું જીવન પસાર થાય છે. તે સમયે બાળ કૃષ્ણએ વૃંદાવન-ગોકુળના લોકોને ગોવર્ધન પર્વતની પૂજા કરવા માટે પ્રેરિત કર્યાં.
શ્રીકૃષ્ણએ અહીંના લોકોને સમજાવ્યાં કે, દેવરાજ ઇન્દ્ર સારો વરસાદ કરે છે તો તે તેમનું કર્તવ્ય છે, તેના માટે તેમની પૂજાની જરૂરિયાત નથી. આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઇએ. કેમ કે, આ પર્વતમાંથી મળતી વનસ્પતિઓથી આપણી ગાયનું પાલન થાય છે. ગાયથી આપણને દૂધ મળે છે, જેનું માખણ બને છે અને આપણું ભરણપોષણ થાય છે. એટલે ઇન્દ્રની નહીં, ગોવર્ધન પર્વતની પૂજા કરવી શ્રેષ્ઠ છે.
શ્રીકૃષ્ણના સમજાવ્યાં પછી બધાએ ઇન્દ્રની પૂજા બંધ કરી દીધી અને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું શરૂ કરી દીધું. આ વાતથી ઇન્દ્ર ગુસ્સે થઇ ગયાં, તેમણે વરૂણ દેવને આદેશ આપ્યો કે, વૃંદાવન ક્ષેત્રમાં ભયંકર વર્ષા કરો. વૃંદાવન અને ગોકુળમાં વરસાદના કારણે બધું જ બરબાદ થવા લાગ્યું, ત્યારે બધા લોકો શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યાં.
પરેશાન લોકોનું દુઃખ દૂર કરવા માટે શ્રીકૃષ્ણએ પોતાના હાથની સૌથી નાની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અનો લોકોનું વરસાદ સામે રક્ષણ કર્યું. આ પ્રકારે શ્રીકૃષ્ણએ ઇન્દ્રનો ઘમંડ તોડ્યો હતો.
ગોવર્ધન પર્વતની પૂજા દ્વારા લાઇફ મેનેજમેન્ટઃ-
આ પર્વ આપણને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો સંદેશ આપે છે. પ્રકૃતિ આપણને જીવન ઉપયોગી વસ્તુઓ મફતમાં આપે છે. પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે શુદ્ધ હવા, ભોજન માટે વનસ્પતિઓ અને અનાજ, આ બધી વસ્તુઓ પ્રકૃતિ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. તેના બદલામાં પ્રકૃતિ આપણી પાસેથી કશું જ લેતી નથી. એટલે આપણે એવા કામ કરવાથી બચવું જોઇએ, જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે તો વ્યક્તિ પણ સુરક્ષિત રહેશે.
ક્યારેક પોતાના કર્તવ્ય કર્મના કારણે ઘમંડ કરશો નહીંઃ-
દેવરાજ ઇન્દ્ર પોતાના કર્તવ્યને પૂર્ણ કરતાં હતા અને તેમને આ વાતનું જ ઘમંડ થઇ ગયું હતું. ત્યારે શ્રીકૃષ્ણએ તેમનો અહંકાર તોડ્યો. આ કથા દ્વારા બોધપાઠ મળે છે કે, કર્તવ્ય સાથે જોડાયેલાં કામને લઇને ક્યારેય ઘમંડ કરવો જોઇએ નહીં. નહીંતર આપણી સમસ્યાઓ વધી શકે છે. સમાજમાં અપમાનિત થવું પડી શકે છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.