તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વાપર યુગથી પરંપરા શરૂ:આજે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ, ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી પહેલાં શ્રીકૃષ્ણના કહેવાથી ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવી હતી, આ પરંપરા પાછળ પ્રકૃતિ પૂજાનો સંદેશ છુપાયેલો છે

દિવાળીના બીજા દિવસે ઉત્તર અને મધ્ય ભારતમાં ગોવર્ધન પૂજાનું ચરણ છે. આ દિવસને અન્નકૂટ મહોત્સવ પણ કહેવામાં આવે છે. ગોવર્ધન પૂજાનો પર્વ 15 નવેમ્બરના રોજ ઊજવવામાં આવશે. આ દિવસે ગોવર્ધન પર્વતની આકૃતિ બનાવીને પૂજા કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે દ્વાપર યુગમાં સૌથી પહેલાં ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવી હતી. વ્યવહારિક દૃષ્ટિએ જોવામાં આવે તો આ પરંપરા પાછળ પ્રકૃતિ પૂજાનો સંદેશ છુપાયેલો છે.

આ દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર ગાયના ગોબરથી ગોવર્ધનની આકૃતિ બનાવીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ગાયના ગોબરથી એટલા માટે કેમ કે, પુરાણોમાં તેને પવિત્ર માનવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ગાયના ગોબરમાં પણ લક્ષ્મીનો નિવાસ થાય છે. એટલે સુખ અને સમૃદ્ધિ માટે પણ ગોવર્ધન પૂજા કરવાની પરંપરા છે. આઆ દિવસે ગાયની સેવાનું મહત્ત્વ છે. ગોવર્ધન પૂજા થોડી જગ્યાએ સવારે કરવામાં આવે છે, ત્યાં જ થોડાં ભાગમાં પૂજા માટે પ્રદોષ કાળને શુભ માનવામાં આવે છે.

અન્નકૂટઃ નવા અનાજનો ભોગ ધરાવવામાં આવે છે

આ દિવસે ભગવાનના નિમિત્ત છપ્પન ભોગ બનાવવામાં આવે છે. કહેવાય છે કે, અન્નકૂટ મહોત્સવ ઊજવવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અન્નકૂટ મહોત્સવ એટલે ઊજવવામાં આવે છે, કેમ કે આ દિવસે નવા અનાજની શરૂઆત ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે ગાય-બળદ વગેરે પશુઓને સ્નાન કરાવીને ધૂપ-ચંદન તથા ફૂલમાળા પહેરાવીને તેમની પૂજા કરવામાં આવે છે અને ગૌમાતાને મીઠાઈ ખવડાવીને આરતી ઉતારવામાં આવે છે. ત્યાર બાદ પરિક્રમા પણ કરવામાં આવે છે.

પૂજા મુહૂર્તઃ-સવારના મુહૂર્ત-

સવારે 9:30 થી 10:15 સુધી

સવારે 11:15 થી બપોરે 12 વાગ્યા સુધી

સાંજના મુહૂર્ત-

બપોરે 3:20 થી સાંજે 5:25 સુધી

પૂજા વિધિઃ-

સૂર્યોદય પહેલાં જાગીને શરીર ઉપર તેલની માલિસ કરીને સ્નાન કરવું જોઇએ. ઘરના ફળિયામાં ગોબરથી ગોવર્ધન પર્વત બનાવો. આ પર્વતની વચ્ચે અથવા પાસે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ રાખો. હવે ગોવર્ધન પર્વત અને શ્રીકૃષ્ણની પૂજા કરો અને મીઠાઈનો ભોગ ધરાવો. દેવરાજ ઇન્દ્ર, વરૂણ, અગ્નિ અને રાજા બલિની પણ પૂજા કરો. પૂજા પછી કથા સાંભળો. બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન-દક્ષિણા આપો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો