શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:ગોપેશ્વર મહાદેવ; આ મંદિર પાસે શિવજીએ કામદેવને ભસ્મ કર્યા હતાં, અહીં રતિએ તપ કરીને ભોળાનાથને પ્રસન્ન કર્યા હતાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • માન્યતા છે કે આ મંદિરમાં મહાદેવ દેવી પાર્વતી સાથે વાસ કરે છે

શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા સાથે જ તેમના મંદિરોમાં દર્શન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સિવાય પણ ભારતમાં શિવજીના અનેક પ્રાચીન મંદિર છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોપેશ્વર નામનું પ્રાચીન મંદિર સ્થિત છે. તેને ગોસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે અહીં મહાદેવ દેવી પાર્વતી સાથે વાસ કરે છે. આ ક્ષેત્રમાં શિવજીએ કામદેવને ભસ્મ કર્યાં હતાં.

બદ્રીનાથના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલના જણાવ્યા પ્રમાણે સ્કંદપુરાણના કેદારખંડમાં આ તીર્થ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. સ્કંદ પુરાણ, કેદારખંડ, અધ્યાય-55માં ઉલ્લેખવામાં આવ્યું છે કે શિવજી માતા પાર્વતીને કહે છે, આ ગોસ્થળ નામનું દર્શનીય સ્થળ છે. જ્યાં હું તમારી સાથે નિત્ય નિવાસ કરીશ, અહીં મારું નામ પશ્વીશ્વર છે. આ સ્થાનમાં ભક્તોની ભક્તિમાં વધારો થતો જાય છે. અહીં આપણાં નિશાન સ્વરૂપે જે ત્રિશૂળ છે, તે આશ્ચર્ય કરનાર છે.

માન્યતા છે કે આ મંદિરમાં મહાદેવ દેવી પાર્વતી સાથે વાસ કરે છે
માન્યતા છે કે આ મંદિરમાં મહાદેવ દેવી પાર્વતી સાથે વાસ કરે છે

જો કોઈ વ્યક્તિ તાકાત સાથે આ ત્રિશૂળને હલાવવાની કોશિશ કરશે તો તેમાં જરાય કંપન થશે નહીં, પરંતુ ભક્તિ સાથે હાથની સૌથી નાની આંગળીથી આ ત્રિશૂળનો સ્પર્શ કરવામાં આવશે તો તેમાં કંપન થતું જોવા મળશે.

ગોપેશ્વર મંદિર પાસે એક વૃક્ષ છે, જે દરેક ઋતુમાં એક જેવા ફૂલોથી મહેકતું રહે છે. કેદારખંડ પ્રમાણે મહાદેવે પોતાના ત્રીજા નેત્રથી કામદેવને આ સ્થાને ભસ્મ કર્યાં હતાં.

આ સ્થાને ભગવાન શિવજીનું નામ રતીશ્વર પણ પડ્યું, કેમ કે કામદેવના ભસ્મ થયાં પછી કામદેવની પત્ની રતિએ અહીં એક કુંડની નજીક ઘોર તપ કર્યું અને ભગવાન શિવજીએ તેમને વરદાન આપ્યું કે કામદેવ પ્રદ્યુમન સ્વરૂપે ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર બનીને જન્મ લેશે અને ત્યાં જ તમારી તેમની સાથે મુલાકાત થશે. જ્યાં રતિએ તપ કર્યું, તે કુંડનું નામ રતિકુંડ પડ્યું. જેને વૈતરણી કુંડ પણ કહેવામાં આવે છે. દ્વારકામાં પદ્યુમન સ્વરૂપે કામદેવનો જન્મ થયો અને માયાવતી સ્વરૂપે રતિનો પણ પુનર્જન્મ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...