ઉત્તરાખંડ:ગોપેશ્વર મહાદેવ મંદિરમાં રહેલું ત્રિશૂળ ખાસ છે, નાની આંગળીથી તેનો સ્પર્શ કરવાથી ત્રિશૂળમાં ધ્રુજારી થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કંદ પુરાણના કેરાદખંડમાં ગોસ્થળનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, મંદિરમાં શિવજી અને પાર્વતીની પ્રતિમાઓ વિરાજિત છે

ઉત્તરાખંડના ચામોલી જિલ્લામાં ગોપેશ્વર નામનું પ્રાચીન મંદિર આવેલું છે. જે ગોસ્થળ સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. માન્યતા છે કે, પશ્વીશ્વર મહાદેવ દેવી પાર્વતી સાથે મંદિરમાં વાસ કરે છે. બદ્રીનાથના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલના જણાવ્યાં પ્રમાણે સ્કંદપુરાણના કેદારખંડમાં આ તીર્થ અંગે જણાવવામાં આવ્યું છે.

गोस्थलकं स्मृतम्।

तत्राहं सर्वदा देवि निवसामि त्वया सह।।

नाम्ना पश्वीश्वरः ख्यातो भक्तानां प्रीतिवर्धनः।

त्रिशूलं मामकं तत्र चिन्हमाश्चर्यरूपकम्।।

(સ્કંદ પુરાણ, કેદારખંડ, અધ્યાય-55, શ્લોક 07-08)

આ શ્લોક પ્રમાણે શિવજી માતા પાર્વતીને કહે છે કે, આ ગોસ્થળ નામનું દર્શનીય સ્થળ છે. જ્યાં હું તમારી સાથે નિવાસ કરું છું, ત્યાં મારું નામ પશ્વીશ્વર છે. આ સ્થાનમાં ભક્તોની ભક્તિ વિશેષ વધી જાય છે. ત્યાં આપણાં ચિહ્ન સ્વરૂપ જે ત્રિશૂળ છે, તે આશ્ચર્ય કરનાર છે.

ओजसा चेच्चाल्यते तन्नहि कंपति कर्हिचित।

कनिष्ठया तु यत्स्पृष्टं भक्त्या तत्कंपते मुहुः।।

(સ્કંદ પુરાણ, કેદારખંડ, અધ્યાય-55, શ્લોક 09)

જો તાકાત સાથે આ ત્રિશૂળને હલાવવાની કોશિશ કરવામાં આવે તો તે જરાય ધ્રુજશે નહીં, પરંતુ ભક્તિ સાથે નાની આંગળીથી તેનો સ્પર્શ કરવામાં આવશે તો ત્રિશૂળમાં સતત ધ્રુજારી થાય છે.

ધર્માધિકારી ઉનિયાને જણાવ્યું કે, મેં આ ચમત્કારને પોતાની આંખેથી જોયું છે. જ્યારે હું ત્રિશૂળને ભક્તિપૂર્વક નાની આંગળીથી સ્પર્શ કર્યું છું તો ત્રિશૂળમાં જે બે કાંકરા છે, તેમાં ધ્રુજારી થઇ. પરંતુ, હાથ દ્વારા હલાવવાથી ત્રિશૂળ જરાય હલ્યું નહીં.

अन्यच्च संप्रवक्ष्यामि चिन्हं तत्र सुरेश्वरि।

एकस्तत्र पुष्पवृक्षोऽकालेपि पुष्पितः सदा।।

(સ્કંદ પુરાણ, કેદારખંડ, અધ્યાય-55, શ્લોક 10)

મંદિર પાસે એક વૃક્ષ છે, જે દરેક ઋતુમાં એક જેવા ફુલોથી સજેલું રહે છે.

तस्मात्पूर्वप्रदेशे वै वसामि झषकेतुहा।

मया तत्र पुरा दग्धो झषकेतुर्महेश्वरि।।

झषकेतुहरो नाम्ना सर्वतीर्थफलप्रदः।

(સ્કંદ પુરાણ, કેદારખંડ, અધ્યાય-55, શ્લોક 13)

કેદારખંડ પ્રમાણે મહાદેવે પોતાની ત્રીજી આંખથી કામદેવને આ સ્થાન ઉપર ભસ્મ કરી દીધા હતાં. એટલે શિવજીને આ ક્ષેત્રમાં ઝષકેતુહર પણ કહેવામાં આવે છે.

ઝષનો અર્થ છે- મીન, માછલી

કેતુનો અર્થ- ધ્વજ

કામદેવના ધ્વજ ઉપર મીનનું નિશાન હોય છે.

કામદેવનો વધ કરનાર- ઝષકેતુહરો

रतीश्वर इति ख्यातो मम संगमदायक।

रतिकुण्डं च तत्रास्ति नाम्ना मल्लोकदायकम्।।

(સ્કંદ પુરાણ, કેદારખંડ, અધ્યાય- 55, શ્લોક 15)

આ સ્થાન ઉપર ભગવાન શિવજીનું નામ રતીશ્વર પણ પડ્યું, કેમ કે કામદેવના ભસ્મ થયા પછી કામદેવની પત્ની રતિએ અહીં એક કુંડની નજીક ઘોર તપ કર્યું અને ભગવાન શિવે તેમને વરદાન આપ્યું કે, કામદેવ પ્રદ્યુમન સ્વરૂપમાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર બનીને જન્મ લેશે અને ત્યાં જ તમારી તેમની સાથે મુલાકાત થશે.

જ્યાં રતિએ તપ કર્યું, તે કુંડનું નામ રતિકુંડ પડ્યું. જેને વૈતરણીકુંડ પણ કહેવામાં આવે છે. દ્વારકામાં પદ્યુમન સ્વરૂપમાં કામદેવનો જન્મ થાય છે અને માયાવતી સ્વરૂપમાં રતિનો પણ પુનર્જન્મ થાય છે.