• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Goddess Padmavati Was Born From A Lotus Flower Blooming In The Lake Of Padmavati Temple At Tirupati, Every Wish Of Those Who Surrender Here Is Fulfilled.

મહાલક્ષ્મી મંદિર:આ મંદિરના તળાવમાં ખીલેલાં કમળના ફૂલમાંથી દેવી પદ્માવતી જન્મેલાં, અહીં શરણે આવનારાની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માન્યતા છે કે દેવી પદ્માવતીના આ મંદિરમાં માથું ઝૂકાવ્યાં વિના તિરૂપતિ બાલાજીમાં માગેલી મન્નત પૂર્ણ થતી નથી
  • દર વર્ષે દિવાળીના દિવસે ભગવાન વેંકટેશ્વર દેવી પદ્માવતી માટે ભેટ મોકલાવે છે

દિવાળીના દિવસે લોકો ઘરે લક્ષ્મીજીની પૂજા કરે છે પરંતુ આ દિવસે મહાલક્ષ્મીના મંદિરમાં પણ જઈને માતા પાસે મનોકામના પૂર્તિ માટે આશીર્વાદ લેવા જાય છે. આ દિવસોમાં માતા લક્ષ્મીના મંદિર ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે. દેશભરમાં મહાલક્ષ્મીના ચાર પ્રસિદ્ધ મંદિર છે. તેમાંથી એક મંદિર દેવી પદ્માવતી મંદિર છે. દેવી પદ્માવતીનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર તિરૂપતિ પાસે તિરૂચુરા નામના એક નાના ગામમાં આવેલું છે. પદ્માવતીનું આ મંદિર લોકોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. માન્યતા પ્રમાણે ઉલ્લેખવામાં આવે છે કે દેવી પદ્માવતીની શરણમાં જવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે અને માગેલી મન્નત પૂર્ણ થાય છે. પદ્માવતી મંદિરને લઈને એવી પણ માન્યતા છે કે તિરૂપતિ બાલાજીના મંદિરમાં માગેલી મન્નત ત્યારે પૂર્ણ થાય છે જ્યારે દર્શન કરવા આવેલાં ભક્તો બાલાજી મંદિર સાથે-સાથે દેવી પદ્માવતીના આશીર્વાદ પણ લે છે.

માન્યતા છે કે દેવી પદ્માવતીના આ મંદિરમાં માથું ઝૂકાવ્યાં વિના તિરૂપતિ બાલાજીમાં માગેલી મન્નત પૂર્ણ થતી નથી
માન્યતા છે કે દેવી પદ્માવતીના આ મંદિરમાં માથું ઝૂકાવ્યાં વિના તિરૂપતિ બાલાજીમાં માગેલી મન્નત પૂર્ણ થતી નથી

મંદિરમાં સ્થાપિત દેવી લક્ષ્મીની પ્રતિમા-
મંદિરમાં સ્થાપિત દેવી પદ્માવતીની ચાંદીની વિશાળ મૂર્તિ કમળના આસન ઉપર વિરાજમાન છે અને માતાના બંને હાથમાં કમળના ફૂલ છે. એક ફૂલ અભયનું પ્રતીક છે અને બીજું ફૂલ વરદાનનું પ્રતીક છે. મંદિરમાં દેવીનો શ્રૃંગાર સોનાથી કરવામાં આવ્યો છે. માન્યતા છે કે દેવી પદ્માવતી અંગે કહેવામાં આવે છે કે 12 વર્ષ સુધી પાતાળ લોકમાં વાસ કર્યા પછી 13માં વર્ષે દેવી માતા કારતક સુદ પક્ષની પાંચમ તિથિએ ધરતી ઉપર અવતરિત થયા હતાં.

મંદિરના ફળિયામાં દેવી લક્ષ્મીની મૂર્તિ સિવાય અનેક દેવી-દેવતાઓના નાના-નાના મંદિર બનેલાં છે. દેવી પદ્માવતી સિવાય અહીં કૃષ્ણ-બલરામ, સુંદરરાજા સ્વામી અને સૂર્ય નારાયણ મંદિર પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પ્રભુ વ્યંકટેશની પત્ની હોવાના કારણે દેવી પદ્માવતીનું મંદિર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ મંત્ર દ્વારા દેવી પદ્માવતીની વંદના કરવામાં આવે છે-
ॐ नमो भगवती पद्मावती सर्वजन मोहनी।

सर्व कार्य करनी, मम विकट संकट हरणी।।

मम मनोरथ पूरणी, मम चिंता चूरणी नमों।

ॐ ॐ पद्मावती नम स्वाहा:।।

પદ્માવતી મંદિરમાં આવતા ભક્તોની આસ્થા છે કે માતા પદ્માવતીની શરણમાં જવાથી બધા જ પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે
પદ્માવતી મંદિરમાં આવતા ભક્તોની આસ્થા છે કે માતા પદ્માવતીની શરણમાં જવાથી બધા જ પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે

મંદિરના તળાવમાં ખીલેલાં કમળના ફૂલમાંથી દેવી પદ્માવતી સ્વરૂપમાં માતા લક્ષ્મીએ જન્મ લીધો હતો. જોકે, ભગવાન શ્રીહરિના સ્વરૂપ ભગવાન વેંકટેશ્વરની પત્ની કહેવામાં આવે છે. પદ્માવતી મંદિરમાં આવતા ભક્તોની આસ્થા છે કે માતા પદ્માવતીની શરણમાં જવાથી બધા જ પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે. અહીં જે પણ ભક્ત પોતાના મનની ઇચ્છા લઈને આવે છે, તેમની બધી જ મનોકામનાઓને દેવી પદ્માવતી પૂર્ણ કરે છે.

આ મંદિરમાં દેવી પદ્માવતી કમળ ફૂલના આસન ઉપર પદ્માસન મુદ્રામાં બેઠા છે. દિવાળીના દિવસે ભગવાન વેંકટેશ્વર દેવી પદ્માવતી માટે ભેટ મોકલાવે છે
આ મંદિરમાં દેવી પદ્માવતી કમળ ફૂલના આસન ઉપર પદ્માસન મુદ્રામાં બેઠા છે. દિવાળીના દિવસે ભગવાન વેંકટેશ્વર દેવી પદ્માવતી માટે ભેટ મોકલાવે છે

દેવી પદ્માવતીનો જન્મ કમળના ફૂલ અને મંદિરના તળાવમાં થવાના કારણે આ તળાવ એક કુંડમાં પરિવર્તિત થઈ ગયું છે. આ મંદિર તિરૂપતિથી માત્ર પાંચ કિલોમીટર દૂર છે. આ મંદિરમાં દેવી પદ્માવતી કમળ ફૂલના આસન ઉપર પદ્માસન મુદ્રામાં બેઠા છે. દિવાળીના દિવસે ભગવાન વેંકટેશ્વર દેવી પદ્માવતી માટે ભેટ મોકલાવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે.