તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Goddess Lakshmi Story In Hindi, Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, We Should Remember These Tips About Money

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:જે ઘરમાં બધા લોકો સુખ-શાંતિ અને પ્રેમથી રહે છે, ત્યાં દેવી લક્ષ્મી હંમેશાં વાસ કરે છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- મહાલક્ષ્મીના જન્મની અને લક્ષ્મીજીની કૃપાની અનેક કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે, દેવી લક્ષ્મી ચંચળ છે. એટલે જ્યારે તેઓ કોઇના ઉપર કૃપા કરે છે ત્યારે તે કૃપાની રીત નિરાળી હોય છે. પ્રાચીન સમયમાં એક ખૂબ જ ધનવાન વ્યક્તિના સપનામાં દેવી લક્ષ્મી આવ્યાં. દેવીએ ધનવાન વ્યક્તિને કહ્યું, હું જોઇ રહી છું કે ધીમે-ધીમે તમારું પુણ્ય નષ્ટ થતું જઇ રહ્યું છે. તે જ્યારે સંપૂર્ણ રીતે નષ્ટ થઇ જશે હું તમને છોડીને જતી રહીશ, પરંતુ તમે એક સારા વ્યક્તિ છો એટલે હું જતા-જતા તમારી ઇચ્છા પૂર્ણ કરી શકું છું. તમે જે ઇચ્છો તે માગી શકો છો.

ધની વ્યક્તિએ કહ્યું, હું પહેલા મારા ત્રણ દીકરા અને પત્ની સાથે વાત કરી લઉ, પછી હું તમને જણાવીશ કે મારે શું જોઇએ છે.

સવારે જાગ્યા પછી ધનવાન વ્યક્તિએ પોતાના દીકરા અને પત્નીને સપનાની વાત જણાવી. મોટા દીકરાએ કહ્યું, વિના કોઇ સંકોચ તમે અઢળક ઘરેણા અને રોકડ રકમ માગી લો.

બીજો દીકરો બોલ્યો, અનેક ઘર અને ધન-સંપત્તિ માગી લો. ત્રીજો દીકરો બોલ્યો, અનેક દુકાન અને સુખ-સુવિધાની વસ્તુઓ માગી લો.

હવે ધનવાન વ્યક્તિએ પોતાની પત્નીને પૂછ્યું, તારી શું ઇચ્છા છે, દેવી પાસે શું માગવું જોઇએ?

ધનવાનની પત્ની ખૂબ જ ધાર્મિક સ્વભાવની અને બુદ્ધિમાન હતી. તેણે કહ્યું, તમારા ત્રણેય દીકરાઓ જે માગી રહ્યા છે, તે લક્ષ્મીજી આપી દેશે, પરંતુ દેવી કહી રહી હતી કે તેના પછી તે જતા રહેશે. જો આ ભૌતિક વસ્તુઓમાંથી લક્ષ્મીજી જ જતી રહેશે તો આ વસ્તુઓ આપણાં શું કામ આવશે? આપણે ધનમાં દેવી-દેવતાઓને જોઇએ છીએ, એટલે પૂજા કરીએ છીએ. આપણાં ધન કમાવાની અને ખર્ચ કરવાની રીત પવિત્ર હોવી જોઇએ. તમે લક્ષ્મીજીને કહો, દેવી આપણને આ બધું આપે કે ન આપે, પરંતુ આપણાં ઘરમાં ભક્તિ, પ્રેમ અને કરૂણા જળવાયેલી રહે, આ જ વરદાન માગી લો.

બીજા દિવસે ફરી દેવી ધનવાનન વ્યક્તિના સપનામાં પ્રકટ થયાં. ધનીએ તે વરદાન માગ્યું જે પત્નીએ કહ્યું હતું. લક્ષ્મીજી તેની વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થઇ અને કહ્યું, આ વરદાન માગવાની સલાહ તમને કોઇ લક્ષ્મીએ જ આપી હશે.

બોધપાઠ- ધન-સંપત્તિ તો ખોટી રીતે પણ ઘરમાં આવી શકે છે, પરંતુ આવું ધન અશાંતિ આપે છે. ધન હંમેશાં યોગ્ય રીતે કમાવવું અને પોતાના ઘરમાં પ્રેમપૂર્વક રહેવું જોઇએ. શાંતિ જાળવી રાખો અને અન્યની મદદ કરતા રહો. જે ઘરમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી હંમેશાં વાસ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો