• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Goddess Lakshmi Is Happy With The Help Of Needy Girls, Worship Of Clothes And Money, Saraswati Worship To Bear The Cost Of Studies

શક્તિ ઉપાસના:કપડા અને ધનના દાનથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, અનાજનું દાન કરવાથી અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગ બાળકીઓની મદદ કરવાથી મહાકાળીની કૃપા અને જરૂરિયાતમંદ બાળકીઓને સારું ભોજન કરાવવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે

નવરાત્રિમાં દેવી પૂજા કે વ્રત-ઉપવાસ માટે સમય મળી શકે નહીં તો જરૂરિયાતમંદ બાળકીઓની મદદ કરીને પણ તેનું પુણ્ય મળી શકે છે. દેવી ભાગવત પ્રમાણે કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં દરરોજ કન્યા પૂજન કરવામાં આવી શકે છે. દરરોજ આવું ન કરી શકો તો દુર્ગાષ્ટમી અને મહાનોમ સુધી એટલે શક્તિ પર્વના છેલ્લાં બે દિવસમાં પણ કન્યાઓની પૂજા કરવાથી સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળે છે.

જરૂરિયાતમંદ યુવતીઓની મદદ જ શક્તિ ઉપાસના-
કાશી વિદ્વત પરિષદના મંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે નવરાત્રિમાં જરૂરિયાતમંદ યુવતીઓને પુસ્તક, કપડા, ધન અને જરૂરિયાતની અન્ય વસ્તુઓનું દાન કરવું જોઈએ. સાથે જ સારું ભોજન કરાવવું અને પછી તેનું પૂજન હોવું જોઈએ.

પુરી સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે નવરાત્રિમાં વિદ્યા, ધન અને અનાજનું દાન કરવાથી મહાલક્ષ્મી, દેવી સરસ્વતી અને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે. બાળકીઓની સુરક્ષા અને તેમની મદદ કરવી જ દેવી કાલિકાની આરાધના થશે. આવું કરવાથી જ નવરાત્રિમાં શક્તિપૂજાનું ખાસ ફળ મળી શકે છે.

એક કરતા વધારે બાળકીઓનો અભ્યાસનો ખર્ચ કરવાનો સંકલ્પ લેવાથી પણ દેવી પ્રસન્ન થાય છે.
એક કરતા વધારે બાળકીઓનો અભ્યાસનો ખર્ચ કરવાનો સંકલ્પ લેવાથી પણ દેવી પ્રસન્ન થાય છે.

સરસ્વતી આરાધનાઃ અભ્યાસનો ખર્ચ ભોગવવો-
શક્તિ પર્વમાં જરૂરિયાતમંદ બાળકીઓને અભ્યાસની સામગ્રી આપવી જોઈએ. વિદ્યા, જ્ઞાન અને વાણીની દેવી સરસ્વતી છે. એટલે પુસ્તક, પેન, પેન્સિલ અને અભ્યાસને લગતી જરૂરી વસ્તુઓનું દાન કરવામાં આવે તો દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે. એક કરતા વધારે બાળકીઓનો અભ્યાસનો ખર્ચ કરવાનો સંકલ્પ લેવાથી પણ દેવી પ્રસન્ન થાય છે.

કાલિકા પૂજાઃ દિવ્યાંગ બાળકીઓની મદદ-
શક્તિ પૂજાના આ દિવસોમાં જરૂરિયાતમંદ બાળકીઓની દરેક પ્રકારના મદદ કરવી જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ. બાળકીઓ દેવીનું સ્વરૂપ હોય છે એટલે તેમની સુરક્ષા માટે કરવામાં આવતા કાર્યોથી માતા કાલિકા પ્રસન્ન થાય છે. તેના માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગનો ખર્ચ ભોગવવામાં આવી શકે છે. આ સિવાય સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ પણ આપવામાં આવી શકે છે. જરૂરિયાતમંદ કે બીમાર યુવતીઓના ઇલાજ કરાવી શકાય છે. સાથે જ દિવ્યાંગ યુવતીઓને તેમની જરૂરિયાત પ્રમાણે મદદ આપવાથી માતા કાલિકા પ્રસન્ન થાય છે.

દિવ્યાંગ બાળકીઓની મદદ કરવાથી મહાકાળીની કૃપા અને જરૂરિયાતમંદ બાળકીઓને સારું ભોજન કરાવવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે
દિવ્યાંગ બાળકીઓની મદદ કરવાથી મહાકાળીની કૃપા અને જરૂરિયાતમંદ બાળકીઓને સારું ભોજન કરાવવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે

લક્ષ્મી ઉપાસનાઃ કપડા અને ધનનું દાન-
દેવી લક્ષ્મી સુખ, સુવિધા આપનારી અને સમૃદ્ધિની શક્તિ છે. નવરાત્રિ દરમિયાન જરૂરિયાતમંદ બાળકીઓને કપડા, સારું ભોજન અને સુખ-સુવિધાઓની વસ્તુઓનું દાન કરવું પણ દેવીની આરાધના છે. તેની સાથે જ રૂપિયાનું પણ દાન કરવામાં આવી શકે છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જરૂરિયાતમંદ બાળકીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમના હુનર પ્રમાણે જરૂરી વસ્તુઓ આપવી પણ દેવી આરાધના છે.

અન્નપૂર્ણા પૂજાઃ અનાજનું દાન-
સારું ભોજન દેવી અન્નપૂર્ણાની જ કૃપાથી જ મળે છે. એટલે જરૂરિયાતમંદ બાળકીઓને સારું ભોજન આપવામાં આવે તો દેવી અન્નપૂર્ણા પ્રસન્ન થશે. સાથે જ ઔષધીઓનું પણ દાન કરવામાં આવી શકે છે. નવરાત્રિમાં કન્યા ભોજન કરાવવું પણ દેવી અન્નપૂર્ણાની ઉપાસના જ હોય છે. બીમાર કે નબળું સ્વાસ્થ્ય ધરાવતી બાળકીઓનો ઇલાજ કરાવવો પણ દેવીની જ ઉપાસના હોય છે.