• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Goddess Durga, Navratri 2020, Devi Bhagwat Puran, Devi Puran, Devi Puran Nities For Happy Life, How To Get Success And Happiness

દેવી ભાગવત પુરાણનો બોધપાઠ:સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આપણે ધર્મ-કર્મમાં મગ્ન રહેવું જોઇએ, કેમ કે, માતા-પિતા, જીવનસાથી, બાળક, મિત્ર દરેક ક્ષણે મદદ કરી શકતાં નથી. માત્ર ધર્મ જ દરેક ક્ષણે આપણી સાથે રહે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેવી ભાગવત પુરાણમાં ભગવાન નારાયણે નારદમુનિને નીતિઓ જણાવી છે, જેમાં દેવી માતાની કૃપા મળી શકે છે

આજથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ પર્વ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ દિવસોમાં દેવી પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. દેવી ભાગવત પુરાણમાં દેવી દુર્ગા અંગે જણાવવામાં આવ્યું છે. તેના મૂળ અંક માં 18 હજાર શ્લોક છે. આ પુરાણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આપણે કયા-ક્યા કામ કરવા જોઇએ અને ક્યા કાર્યોથી દૂર રહેવું જોઇએ.

દેવી ભાગવત પુરાણના 11માં સ્કંધમાં સદાચાર અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ અધ્યાયમાં ભગવાન નારાયણ અને નારદમુનિના સંવાદ છે. નારદમુનિએ ભગવાનને પૂછ્યું હતું કે, કયા કામોથી દેવી ભગવતીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે? ત્યારે ભગવાન નારાયણે તેમને એવા કામ અંગે જણાવ્યું જે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવા જોઇએ. પૂજા-પાઠ સાથે જ આ પુરાણની નીતિઓનું ધ્યાન રાખવામાં આવે તો આપણને દેવીની કૃપા મળી શકે છે, આપણી અનેક પરેશાનીઓ દૂર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...